ખરાબ રિવ્યૂ છતા અક્ષય-ટાઇગરની ફિલ્મે 2 દિવસમાં જુઓ કેટલી કમાણી કરી

ઈદના દિવસે રીલિઝ થયેલી અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના રિવ્યૂ ભલે સારા ન હોય, પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શરૂઆત તો સારી કરી છે. આ ફિલ્મે પહેલા દિવસે દુનિયાભરમાં 36 કરોડની કમાણી કરી છે, જ્યારે ફિલ્મે બીજા દિવસે 19 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મની વર્લ્ડવાઇડ ગ્રોસ કમાણી 55.14 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ભારતના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ઈદના દિવસે 16.07 કરોડની કમાણી કરી હતી. જો કે જે પ્રકારે રિવ્યૂ આવી રહ્યા છે, ફિલ્મની કમાણી સીમિત થઈ જશે તે નક્કી છે. ફિલ્મ ક્રિટિક્સ તો ફિલ્મની ઝાટકણી કાઢી રહ્યા છે. બંને સ્ટારના ફેન્સને પણ ફિલ્મ પસંદ નથી આવી.

કેવી છે અક્ષય-ટાઈગરની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં? જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની મચઅવેટેડ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' 1 એપ્રિલ એટલે કે આજે ઈદ 2024ના અવસર પર વર્લ્ડ વાઈડ રીલિઝ થઈ ગઈ છે. આ દરમિયાન બડે મિયાં છોટે મિયાંનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ જોવા ગયેલા ફેન્સ અને દર્શકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વીટર પર રિવ્યૂ આપ્યું છે. ચાલો જાણીએ બડે મિયાં છોટે મિયાં માટે કેવું છે રિવ્યૂ.

એક યુઝરે લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં સાથે પૂરું થયું. શું શૉ છે. અલી અબ્બાસ જફર, મૈસિવ પ્યોર માસ ઇન્ટરવાલ સાથે 5-6 માંસ એંડ બોલ્ડ પ્યોર રો એક્શન. અક્ષય કુમાર તમે એક્શન ક્લાઇમેક્સમાં ભગવાન છો. ગ્રાન્ડ પ્યોર LIT. ફાસ્ટ સ્ક્રીનપ્લે અને આકર્ષક ફેન સ્ટાફ એક માસ ફિલ્મ છે.

બીજા યુઝરે ઓડિયન્સનું રિવ્યૂ શેર કર્યું. તો ફિલ્મને બ્લોકબસ્ટર બતાવી છે. ત્રીજા યુઝરે ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ મળવાની વાત કહી છે. એ સિવાય ફિલ્મને શુદ્ધ એક્શન એન્ટરનેટર બતાવી છે.

ફિલ્મની વાત કરીએ તો પહેલા બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલે રીલિઝ થવાની હતી, પરંતુ રીલિઝ ડેટ આગળ વધારીને 11 એપ્રિલ એટલે કે ઈદના દિવસે કરી દેવામાં આવી.ફિલ્મનું ડિરેક્શન અલી અબ્બાસ જફરે કર્યું છે. જેનું બજેટ 200-350 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં નજરે પડવાના છે. જો કે, હવે જોવાનું એ રહેશે કે બડે મિયાં છોટે મિયાં પોઝિટિવ રિવ્યૂ સાથે પહેલા દિવસે કેટલી કમાણી કરે છે.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.