- Entertainment
- ‘એવી કઈ આફત આવી પડી કે તમને પાકિસ્તાનથી એક્ટર શોધી લાવવા પડ્યા?’ અમિત સ્યાલનો બોલિવુડ પર ફૂટ્યો ગુસ્...
‘એવી કઈ આફત આવી પડી કે તમને પાકિસ્તાનથી એક્ટર શોધી લાવવા પડ્યા?’ અમિત સ્યાલનો બોલિવુડ પર ફૂટ્યો ગુસ્સો

તાજેતરમાં રીલિઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'રેડ 2'માં પોતાની એક્ટિંગથી ફરી એકવાર ચર્ચામાં આવેલા અમિત સ્યાલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એ બોલિવુડના મેકર્સ પર નિશાનો સાધ્યો છે જે પાકિસ્તાની એક્ટરોને પોતાની ફિલ્મોમાં એક્ટિંગ માટે આમંત્રિત કરતા હતા. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, એવી શું જરૂરિયાત છે કે ત્યાંથી એક્ટર શોધી-શોધીને લાવવામાં આવી રહ્યા છે. તેનો ગુસ્સો અહીં જ ન અટક્યો, ત્યારબાદ અન્ય ઘણી બધી વાતો કહી, જેની બાબતે આપણે જાણીએ છીએ.

મિર્ઝાપુર અને જામતાડા જેવા શૉઝ અને ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર અદાકારીનો જલવો વિખેરી ચૂકેલા અમિત સ્યાલ હિન્દી રશના પોડકાસ્ટમાં આવ્યો હતો. ત્યાં તેને પહેલગામ ઘટના બાદ તેમના નિવેદનને ક્વોટ કરતા બોલિવુડમાં પાકિસ્તાની એક્ટર્સને કામ આપવા સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો હતો. હકીકતમાં, એક્ટરે નિડરતાથી કહ્યું હતું કે ‘તેલ લગાવવા જાય આર્ટ, દેશ જરૂરી છે.’ તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા આર્ટિસ્ટ ખચકાય છે આવી વાતો કરવામાં પરંતુ તમે ખુલીને વાત રાખો છો. તેના પર અમિત સ્યાલે કહ્યું કે, ‘ઠીક છે, માનું છું પાકિસ્તાની લોકો સારા હશે. પરંતુ એવી શું જરૂરિયાત છે કે ત્યાં જઇ જઈને શોધી-શોધીને લાવવામાં આવી રહ્યા છે અને અહીં કામ કરાવવામાં આવી રહ્યું છે.
https://www.instagram.com/reel/DJ4KU96sEuR/?utm_source=ig_web_copy_link
ત્યારબાદ, અમિત સ્યાલે પોતાની વાત પૂરી કરતા કહ્યું કે, ‘અહી જે ટેલેન્ટ છે તેને ન તો તમે શોધી શોધી રહ્યા છો, ન તો તેને મંચ આપી રહ્યા છો અને ન કોઈ કામ. તો એવી કઈ આફત આવી પડી કે તમારે પાકિસ્તાનથી જ એક્ટર લઈ આવવા છે? ત્યારબાદ અમિત સ્યાલે કહ્યું કે, માન્યું કે હું બાયસ્ડ હોય શકું છું,પરંતુ હવે કઈ મજબૂરી છે? તમે બોલો છો આર્ટ અને કલ્ચર તો તમે બતાવો કયું આર્ટ અને કલ્ચર? અહીં દેશ વિરોધી હરકતો કરવામાં આવી રહી છે અને તે આર્ટ અને કલ્ચરની વાત કરી રહ્યા છો. તેમણે આગળ કહ્યું કે, આપણા દેશમાં આર્ટ અને આર્ટિસ્ટની કોઈ કમી નથી. અને જો તમને કમી લાગે છે તો કોઈ બીજા દેશમાંથી લઈ આવો. પાકિસ્તાનથી જ કેમ લાવવું છે? ત્યારબાદ એક્ટર કહે છે કે દેશ પહેલા હોવો જોઈએ.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી પહેલગામ ઘટનામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ, ઓપરેશન સિંદૂરથી, ભારતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા તબાહ કરી દીધા હતા. ત્યારથી, વધતા તણાવ વચ્ચે, ઘણા સેલેબ્સે પાકિસ્તાનની નાપાક હરકતો પર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં સૌથી વધુ નિડરતાથી સવાલ ઉઠાવનાર એક્ટર અમિત સ્યાલ પણ હતો.