બોલિવુડ અભિનેતાએ CM ભુપેન્દ્ર પટેલને મળી ગુજરાતી ફિલ્મો માટે કરી દીધી આ માંગ

ફિલ્મ અભિનેતા દિપક તીજોરી મંગળવારે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. સચિવાલયમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવા અંગે રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. ગુજરાતી ફિલ્મોને વધુ પ્રોત્સાહન મળે અને રાજ્યમાં ગુજરાતી સિનેમાના વિકાસ માટે અનુકૂળ માહોલ ઊભો થાય તે અંગે તેમણે સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરી છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં યોગ્ય સ્ક્રીન ન મળતી હોવાનો મુદ્દે તેમણે ઉઠાવ્યો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, તેમણે ભાર મૂક્યો છે કે, દીપક તિજોરીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવા છતા ઘણી વખત ફિલ્મોને પૂરતી સ્ક્રીન મળતી નથી અથવા હિન્દી તથા અન્ય ભાષાની ફિલ્મો આવતા ગુજરાતી ફિલ્મોને થિયેટરમાંથી હટાવી દેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ફિલ્મોના નિર્માતા, કલાકારો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

02

તેમણે કહ્યું કે, 'ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે' તેવી વ્યવસ્થા થવી જોઇએ, જેથી ગુજરાતી ફિલ્મો દર્શકો સુધી પહોંચી શકે અને નિર્માતાઓને પોતાની ફિલ્મ રજૂ કરવાની યોગ્ય તક મળી શકે.

ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્થાનિક ભાષાની ફિલ્મો માટે સ્ક્રીન ફાળવણી અંગે નિયમ બનાવવાની માંગ દીપક તિજોરીએ કરી હતી. તેમનો ઉદ્દેશ એવો નિયમ બનાવવાનો છે કે થિયેટર માલિકોને પણ આર્થિક નુકસાન ન થાય અને ગુજરાતી ફિલ્મોને પણ યોગ્ય પ્રમાણમાં સ્ક્રીન મળી રહે.

દીપક તિજોરીએ ફિલ્મોના કન્ટેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડને વધુ ઊંચુ લાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. ફિલ્મોમાં વધુ બજેટનું રોકાણ થાય, મોટા પાયે ફિલ્મો બને અન રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી હતી.

ગુજરાતી કલાકારો, પ્રોડ્યૂસર, દિગ્દર્શકો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી યોગ્ય સહકાર મળે તો વધુ સારી અને મોટા બજેટની ફિલ્મો બની શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોને ગુજરાતમાં જ યોગ્ય સન્માન, દર્શકો સુધી પહોંચવા માટે પૂરતી સ્ક્રીન અને પ્રોત્સાહન મળે તે માટે નીતિ બનાવવાની માંગ સાથે દીપક તિજોરીએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepak Tijori (@deepaktijoriteam)

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ મજબૂત બનાવવા માટે સરકારના સહકારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મોને યોગ્ય પ્લેટફોર્મ અને દર્શકો મળે તો સ્થાનિક કલાકારો, નિર્માતાઓ અને ટેક્નિશિયનોને પણ તેનો લાભ મળી શકે છે.

જોકે, આવી કોઈ નવી નીતિ અંગે ગુજરાત સરકાર તરફથી આ તબક્કે સત્તાવાર નિર્ણય જાહેર થયો હોવાનું સામે આવ્યું નથી. દીપક તિજોરીની રજૂઆત બાદ સરકાર આ મુદ્દે શું વલણ અપનાવે છે અને ફિલ્મ ઉદ્યોગ સાથે વધુ ચર્ચા કરે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.