‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશની ઠેર-ઠેર ચર્ચા થઇ રહી છે. ફક્ત ₹2 કરોડના સાધારણ બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ₹50 કરોડની શાનદાર કમાણી કરી ચૂકી છે. ફિલ્મ બનાવતા પહેલા, નિર્માતા અનુપ્રિયા નાગરે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમણે પ્રેમાનંદ મહારાજનું માર્ગદર્શન માંગ્યું હતું, અને તેમના સૂચનો ધ્યાનમાં રાખીને ફિલ્મમાં કામ કર્યું.

01

નિર્માતાએ પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે આવા આધ્યાત્મિક માર્ગ પર રહીને ફિલ્મ બનાવવાની આ સેવા પણ બની શકે છે? જવાબમાં, પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે, ધ્યાન રહે કે મહાપુરુષોનું અનુકરણ કરવું મુશ્કેલ છે. કોઇ સાંસારિકતા ન આવે, કારણ કે મહાપુરુષના ચરિત્રને જોઇને આપણી અંદર વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન ત્રણેય વાત આવવી જોઈએ. ક્યાંક કોઇ મહાપુરુષના ચરિત્રમાં આવી કોઇપણ દૃશ્ય અથનો કોઇ પણ એવો અભિનય પ્રસ્તુત ન કરવામાં આવે, જે અપરાધ લાગે, જેમ કે નીમ કરોલી બાબા એક ભાગવત પ્રાપ્ત મહાપુરુષ છે, તો આ મહાપુરુષોનું અનુકરણ એક તો કરી શકાતું નથી. કારણ કે સ્થિતિ નથી. જો આફણે બાહ્ય વ્યક્તિઓનું અનુકરણ કરીએ છીએ તો આપણે અભિનયમાં ધ્યાન રાખવાનું છે કે  ક્યાંક પોતાની ફિલ્મની કે પોતાના નાટક માટે લોકપ્રિયતા મેળવવા માટે કેટલોક વિષય ન પીરસી દઇએ. આપણે એવું કંઈ ન કરી દઇએ જે મહાનપુરુષના અભિનયથી અલગ હોય અને તે આપણા માટે ગુનો બની જાય. તેથી, સાવચેત રહો. લોકો તેને જુએ કે ન જુએ, તમે તેમના વિશે જે વાંચ્યું અને સાંભળ્યું છે તે બરાબર એવી જ રીતે દર્શાવો; પ્રમાણિત કે અપ્રમાણિત ન કરવામાં આવે.

પ્રેમાનંદ મહારાજે વધુમાં કહ્યું કે, ફક્ત લોકપ્રિયતા માચે અભિનયમાં સાંસારિકતા કે સંવેદનાત્મક સામગ્રી ન પીરસી દેવામં આવે; નહીં તો ગુનો બની જશે કારણ કે, મહાપુરુષનું ચરિત્ર નિર્વિષય હોય છે. તેમનું ચરિત્ર લોકપાવન કરનાર હોય છે. જો કોઈ મહાપુરુષનું ચિત્રણ કરવું હોય, તો આપણે થોડા દિવસ સાધના કરવી પડશે. ફળો-ફૂલો વગેરે ખાઇને રહેવું જોઈએ. તે માટે, પવિત્ર ફળાહાર અને શુદ્ધ સાત્વિક ભોજન, સંતોનો સાથ અને સંતોના ચરિત્રને વાંચો... તો જ તમે ખરેખર આવા મહાપુરુષોનો અભિનય કરી શકો છો. નહિંતર, બાહ્ય નાટક બતાવી શકો છો. પરંતુ તે સત્યતા નહીં લાવી શકો. અભિનયમાં સત્યતા લાવવા માટે પોતાનામાં સાધાના કરવી પડશે. સંતોનું ચરિત્ર સાંભળ્યા વિના, દિલમાં ભક્તિ નહીં આવી શકે.

02

હનુમાન અંશ ફિલ્મના નિર્માતાઓએ પ્રેમાનંદ મહારાજના શબ્દોને ગંભીરતાથી લીધા. કદાચ આ જ કારણ છે કે ફિલ્મ ફ્લોપ થવાથી માંડ-માંડ બચી ગઈ; 17મા દિવસે તેની કમાણીમાં વધારો થયો. ત્યારથી ફિલ્મ બ્લોકબસ્ટર થઈ છે, તેણે 25 દિવસમાં 50 કરોડની કમાણી કરી છે.

About The Author

Top News

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ની ઠેર-ઠેર ચર્ચા થઇ રહી છે. ફક્ત ₹2 કરોડના...
Entertainment 
‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

બોલિવુડ અભિનેતાએ CM ભુપેન્દ્ર પટેલને મળી ગુજરાતી ફિલ્મો માટે કરી દીધી આ માંગ

ફિલ્મ અભિનેતા દિપક તીજોરી મંગળવારે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. સચિવાલયમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવા...
Entertainment 
બોલિવુડ અભિનેતાએ CM ભુપેન્દ્ર પટેલને મળી ગુજરાતી ફિલ્મો માટે કરી દીધી આ માંગ

બોરવેલ બન્યો જીવલેણ, 8 દિવસમાં એક જ પરિવારમાં ત્રણ લોકોના જીવ ગયા

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં બોરવેલને લગતા અકસ્માતોએ એક પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. માત્ર આઠ દિવસના સમયગાળામાં, પવાઈ...
National 
બોરવેલ બન્યો જીવલેણ, 8 દિવસમાં એક જ પરિવારમાં ત્રણ લોકોના જીવ ગયા

પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી...
National 
પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.