- Entertainment
- ‘દામાદ હે વો પાકિસ્તાન કા, દહેજ મેં લાહોર લે જાયેગા’, 'ગદર 2'નું ટીઝર લોન્ચ
‘દામાદ હે વો પાકિસ્તાન કા, દહેજ મેં લાહોર લે જાયેગા’, 'ગદર 2'નું ટીઝર લોન્ચ
11મી ઓગસ્ટ, 2023ના રોજ ધમાલ મચશે એ ગેરેન્ટી છે. આ પહેલા સની દેઓલે આ ગદરની નાની ઝલક બતાવીને ફેન્સનું એક્સાઇટમેન્ટ લેવલ હાઇ કરી દીધું છે. ગદરનું ટીઝર રીલીઝ થયું છે. આ પાવરફુલ ટીઝરને જોયા બાદ ફેન્સની ખુશીનો પાર રહ્યો. 1 મિનિટના આ ટીઝરમાં તમારા પ્રિય તારા સિંહની એન્ગ્રી અને ઇમોશનલ સાઇડ બન્ને જોવા મળે છે.
ગદર 2ની સ્ટોરી 1971 પર બેઝ્ડ છે. ટીઝરની શરૂઆતમાં એક અવાજ આવે છે, ‘દામાદ હે વો પાકિસ્તાન કા, ઉસે નારિયલ દો, ટીકા લગાઓ, વરના ઇસ બાર વો દહેજ મેં લાહોર લે જાયેગા’, આ ડાયલોગ ઇશારો કરે છે કે, પાકિસ્તાનમાં તારા સિંહ એન્ટ્રી મારશે. બીજી તરફ, પાકિસ્તાનમાં ભારતને ખતમ કરવાનું આંદોલન ચાલી રહ્યું હોય છે. આ મૂવમેન્ટના સમયે તારા સિંહ પડોસી દેશમાં જોરદાર એન્ટ્રી લે છે.

ત્યાં ગદર મચાવવામાં તે કોઇ કસર નથી છોડતો. ગદરમાં જ્યાં સની દેઓલે હેન્ડપંપ ઉખાડ્યો હતો. જ્યારે આ વખતે તે પૈડાં ફેંકીને દુશ્મનોને ધૂળ ચટાવતો દેખાશે. ટીઝરના અંતમાં સની દેઓલની ઇમોશનલ સાઇડ દેખાય છે. તે કોઇ પોતાનાની યાદમાં રડતા જોવા મળી રહ્યા છે.
એક્શન અને ઇમોશન્સના ડોઝથી ભરપૂર આ ટીઝર જોઇને ફેન્સના રૂંવાટા ઉભા થઇ જાય છે. આ ટીઝરને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટીઝર જોતા જ લોકોએ આ ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરી દીધી છે. હવે લોકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. તેને અનિલ શર્માએ ડાયરેક્ટ કરી છે. ગદર 2માં પહેલા વાળી સ્ટારકાસ્ટ રાખવામાં આવી છે. વિલનનો રોલ કરતા અમરીશ પુરી હવે આ દુનિયામાં નથી. તેથી તેમનો રોલ મનીષ વાધવાએ કર્યો છે. ફિલ્મમાં એક ફરી વાર તારા સિંહ અને સકીનાની એપિક જોડી દેખાશે.

ગદર 2ની રીલીધ પહેલા મેકર્સે 2001માં આવેલી ફિલ્મ ગદર - એક પ્રેમ કથાને ફરીથી સિનેમાઘરોમાં રીલિઝ કરી છે. મૂવી 9મી જૂનના રોજ રીલિઝ થઇ હતી. વર્ષો પછી પણ તેને લોકોનો ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. ગદરે વર્ષો પહેલા બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. હવે 22 વર્ષ પછી તારા સિંહ બોક્સ ઓફિસ પર કેટલા કરોડની કમાણી કરે છે, ફિલ્મની રીલિઝ બાદ જ ખબર પડશે.

