મેં હું કેબિનેટ...'ઈમરજન્સી'નું ટ્રેલર રીલિઝ, ઈન્દિરા ગાંધીના રોલમાં કંગના રણૌત

કંગના રણૌતે ફિલ્મ ‘ઇમરજન્સી’માં ભારતની પહેલી મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. તેણે આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મનું પહેલું ટ્રેલર જાહેર કરતા કંગનાએ તેની રીલિઝ અંગે પણ જણાવ્યું છે. ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે રીલિઝ થશે. ‘ઇમરજન્સી’ના ટ્રેલરમાં શરૂઆતમાં દેશમાં આપાતકાલીનની નાટકીય ઝલક મળી રહી છે, જેમા જનતા અસ્થિર માહોલમાં ગલીઓ અને રસ્તાઓ પર સરકારના ઇમરજન્સીના નિર્ણયનો વિરોધ કરે છે.

અખબારોની ખબરોની ઝલક દેખાય છે, જે દેશમાં ઇમરજન્સી લાગૂ થવાની સૂચના આપી રહ્યા છે. પછી, અનુપમ ખેર જેલના સળીયા પાછળ દેખાય છે જે વિપક્ષી પાર્ટીના લોકોની ધરપકડનું પ્રતીક છે.

અનુપમ ખેરે ફિલ્મમાં વિરોધી પક્ષના નેતા જયપ્રકાશ નારાયણનું કેરેક્ટર પ્લે કર્યું છે. તે ટીઝરમાં એવુ કહેતા સંભળાય છે કે, આ અમારું નહીં, આ દેશનું મોત છે. સરકાર વિરુદ્ધ આંદોલનકારીઓ પર સુરક્ષાદળ ગોળી ચલાવતું દેખાય છે. તેના પર અનુપમ ખેર કહે છે કે, આ તાનાશાહીને રોકવી પડશે. પછી ઈન્દિરા ગાંધીના કેરેક્ટરમાં કંગના રણૌતનો અવાજ સંભળાય છે, મને આ દેશની રક્ષા કરવાથી કોઈ રોકી નહીં શકે કારણ કે, ઈન્દિરા હી ઇન્ડિયા હૈ.

લોકો કંગના રણૌતના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નેટિજન્સ તેને ઈન્દિરા ગાંધીના રોલમાં જોઇને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે, જેમાં માત્ર દેખાવમાં જ નહીં પરંતુ, તેનો અવાજ પણ પૂર્વ વડાપ્રધાનના અવાજને મેચ કરી રહ્યો છે.

37 વર્ષીય કંગના રણૌતે કહ્યું હતું કે એક સંરક્ષક કે તાનાશાહ? આપણા ઇતિહાસના સૌથી કાળા સમયનો સાક્ષાત્કાર કરો, જ્યારે આપણા નેતાએ પોતાના લોકો વિરુદ્ધ જંગ છેડી દીધી હતી. જણાવી દઇએ કે, કંગના રણૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરીને જણાવ્યું હતું કે, તેણે ઇમરજન્સીને બનાવવા માટે પોતાની તમામ પ્રોપર્ટી ગિરવે મુકી દીધી હતી. 

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં કંગના રણૌત ઉપરાંત શ્રેયસ તલપડે, અનુપમ ખેર, મહિમા ચૌધરી, મલિંદ સોમન, સતીશ કૌશિક જેવા મુખ્ય કલાકારો મહત્ત્વની ભૂમિકામાં દેખાશે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.