અનંત અંબાણીને લગ્નમાં 23 કરોડની લક્ઝરી SUV... અને આ કરોડોની ગિફ્ટો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્નને લઇને ચર્ચામાં હતા. બંને 12 જુલાઇએ લગ્નના બંધનમાં બંધાયા. તેમનું વેડિંગ ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યું હતું. તેમાં દેશ-વિદેશથી મોટી સેલિબ્રિટીઓ પહોંચી હતી. મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરાના લગ્ન ખૂબ હર્ષોલ્લાસ સાથે કર્યા. જ્યાં મહેમાનોની રિટર્ન ગિફ્ટ ખૂબ ચર્ચામાં રહી કે મુકેશે 2 કરોડની ઘડિયાળ ગિફ્ટમાં આપી છે. તો હવે રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે અનંત અને રાધિકાને ખૂબ મોંઘી અને લક્ઝરી ગિફ્ટ્સ મળી છે. તેમાં ઘર, ગાડી, વિલા, પ્રાઇવેટ જેટથી લઇને હેલિકોપ્ટર સુધી સામેલ છે.

આ બધા વચ્ચે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અનંતને 13 કરોડની અલ્ટ્રા લક્ઝરી SUV પણ મળી છે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને લગ્નમાં DARTZ ગિફ્ટ મળી છે. આ ખૂબ લક્ઝુરિયસ SUV છે. તેની કિંમત 1.6 મિલિયન ડોલર બતાવવામાં આવી રહી છે. ભારતીય કરન્સીમાં તેની કિંમતની વાત કરવામાં આવે તો એ લગભગ 13.39 કરોડ રૂપિયાની છે. એ સિવાય પણ અંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર ગિફ્ટમાં મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, Amazonના પૂર્વ અધ્યક્ષ અને CEO જેફ બેજોસે ન્યૂલી વેડ કપલને 11.50 કરોડ રૂપિયાની બુગાટી કાર ગિફ્ટમાં આપી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

તો કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુકના CEO માર્ક જુકરબર્ગે તેમને 300 કરોડ રૂપિયાની કિંમતનો પ્રાઇવેટ જેટ મોકલ્યો છે. તેની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે સુંદર પિચાઇએ તેમને 100 કરોડ રૂપિયાનો હેલિકોપ્ટર ગિફ્ટમાં આપ્યો છે. એટલું જ નહીં અનંત અને રાધિકાને બોલિવુડ સેલિબ્રિટીઓ તરફથી પણ કિંમતી અને મોંઘી ગિફ્ટ્સ મળી છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કપલને 9 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર ગિફ્ટ કરી છે.

તો કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને 15 કરોડની સ્પોર્ટ્સ બાઇક આપી છે. જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 20 કરોડ રૂપિયાની કસ્ટમાઇઝ્ડ રોલ્સ રોયસ કાર ગિફ્ટમાં આપી છે. તેની સાથે જ બાકી સેલિબ્રિટીઓની વાત કરીએ તો તેમાં શાહરુખ (ફ્રાન્સમાં 40 કરોડનો અપાર્ટમેન્ટ), અક્ષય કુમાર (60 લાખની સોનાની પેન), કિયારા અડવાણીએ (25 લાખની હાથથી બનેલી સાલ), કેટરીના-વિકી કૌશલ (19 લાખની સોનાની ચેન) જેવા સ્ટાર્સે મોંઘી ગિફ્ટ પણ આપી છે.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.