ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ત્રણ એવોર્ડ મળશે

70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતની ફિચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ એવોર્ડ મળ્યો છે. મહિલા સશક્તીકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.

આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલએલપી છે તેમજ દિગ્દર્શનક વિરલ શાહ છે. તેઓને રૂ. 2 લાખ રોકડ પુરસ્કાર જાહેર થયો છે. જ્યારે આ સાથે કચ્છ એક્સપ્રેસની મુખ્ય ભૂમિકામાં રહેલી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ જાહેર થયો છે. જેમને શેરિંગમાં રૂ. 2 લાખનો પુરસ્કાર તેમજ રજત કમલ એનાયત થશે.

આ ઉપરાંત, કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ નિકી જોશીના ફાળે ગયો છે. આ માટે નિકી જોશીને રૂ. 2 લાખ રોકડ પુરસ્કાર અને રજત કમલ પ્રદાન કરાશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં થઈ હતી. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ આ પુરસ્કારોનું વિતરણ કરે છે.

Related Posts

Top News

MLA અનંત પટેલે સી.આર. પાટીલને કેમ કહ્યું- લેખિતમાં આપો કે આ પ્રોજેક્ટ કરવાના નથી

પાર-તાપી- નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થગિત કરી દીધો હોવા છતા ફરી એકવાર આ પ્રોજેક્ટ વિશે હંગામો...
Gujarat 
MLA અનંત પટેલે સી.આર. પાટીલને કેમ કહ્યું- લેખિતમાં આપો કે આ પ્રોજેક્ટ કરવાના નથી

સુરતની પરિણીત મહિલાને ફસાવનાર બોટાદનો ભુવો પાંજરે પુરાયો, પહેલીવાર ગુનો નોંધાયો

ગુજરાત સરકારે તાજેતરમાં ભુવા, તંત્ર-મંત્રની વીધીથી લોકોને ખોટી રીતે ફસાવનારાઓ સામે કાયદો બનાવ્યો છે આ કાયદા હેઠળ સુરતના અડાજણ...
સુરતની પરિણીત મહિલાને ફસાવનાર બોટાદનો ભુવો પાંજરે પુરાયો, પહેલીવાર ગુનો નોંધાયો

UPના ફતેહપુરમાં મકબરા પર મંદિર કહીને પૂજા કરવા આવેલા હિન્દુ સંગઠનોએ તેમાં તોડફોડ કરી

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદની મકબરા પર હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો તે મકબરા તોડવા પહોંચ્યા...
National 
UPના ફતેહપુરમાં મકબરા પર મંદિર કહીને પૂજા કરવા આવેલા હિન્દુ સંગઠનોએ તેમાં તોડફોડ કરી

‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોટ પીપળીયાના ધારાસભ્ય મનોજ ચૌધરીના ભત્રીજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં...
National 
‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.