ફિલ્મ સૈય્યારા જોનારા શું ખરેખર રડ્યા હતા? અભિનેતાએ પોલ ખોલી, પ્રમોશનલ ટીમની મજાક ઉડાવી!

અહાન પાંડે-અનિત પદ્દા અભિનીત ફિલ્મ સૈય્યારા 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર જાણે તેની સુનામી આવી ગઈ. રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મે લોકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું. ઘણા લોકો સિનેમાઘરોમાં રડતા જોવા મળ્યા, જ્યારે કોઈ હાથમાં ડ્રિપ સાથે ફિલ્મ જોવા ગયો. અને કોઈ તેના ભૂતપૂર્વ પ્રેમને યાદ કરીને બેહોશ થઈ ગયો હતો.

Saiyaara, Film Promotion
jagran.com

એવું કહેવામાં આવ્યું હતું કે આ એક પ્રમોશનલ ગિમિક છે, પરંતુ પછી નિર્માતાઓએ કહ્યું કે, તેમણે આવી કોઈ રણનીતિ બનાવી નથી. પરંતુ હવે ફિલ્મમાં અહાનના પિતાની ભૂમિકા ભજવતા અભિનેતા વરુણ બડોલાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ બધું ખરેખર ટીમના PRનો ભાગ હતું. પ્રમોશનલ ટીમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તેઓએ ઓનલાઈન એવી ચર્ચા ઉભી કરી હતી કે, દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહી હતી. જોકે, તેમણે હજુ સુધી ફિલ્મ જોઈ નથી.

મીડિયા સૂત્રો સાથે ની વાતચીતમાં વરુણે કહ્યું, 'જ્યારે અમે ફિલ્મ પર કામ કરી રહ્યા હતા, ત્યારે અમને નહોતું લાગતું કે તે આટલી મોટી હિટ થશે. બધાને લાગતું હતું કે ફિલ્મ ઓછામાં ઓછી એટલી કમાણી કરી લેશે જેટલું તેમાં રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝના ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી હતી, ત્યારે અમને સમજાયું કે ફિલ્મ ખરેખર મોટી થઈ ગઈ છે. અને મેં હજુ સુધી સૈયારા જોઈ નથી.'

Saiyaara, Film Promotion
hindi.news18.com

દિગ્દર્શક મોહિત સુરીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ફિલ્મ પ્રત્યેની પ્રતિક્રિયાઓ કુદરતી હતી. પરંતુ વરુણ બડોલાએ તેનાથી વિપરીત કહ્યું, 'ત્રીજા કે ચોથા દિવસ સુધીમાં, ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ હતી. મેં ઇન્સ્ટાગ્રામ પર જે ઉત્સાહ જોયો, લોકો પોતાની બંગડીઓ તોડી રહ્યા હતા, પોતાની છાતી પીટતા હતા. મને લાગે છે કે ફિલ્મની પ્રમોશન ટીમ થોડી વધુ પડતી આગળ વધી ગઈ હતી. જેમ કે લોકોને ફિલ્મ જોવા માટે IV ડ્રિપ્સ લગાવી રહ્યા હોય. આ બધું કદાચ પ્રમોશન માટે કહેવામાં આવ્યું હતું. ભગવાનનો આભાર કે કોઈએ ફિલ્મ જોવા માટે પગ તોડ્યો નથી કે જમીન પર ઘસડાતો ઘસડાતો જોવા ગયો નથી.'

Saiyaara, Film Promotion
indiatoday.in

વરુણે આગળ કહ્યું, 'ઠીક છે, અમે સમજીએ છીએ કે ફિલ્મનું પ્રમોશન જરૂરી છે, પરંતુ તે માત્ર એક હદ સુધી જ યોગ્ય માનવામાં આવે છે. પરંતુ ફક્ત ઇન્સ્ટાગ્રામ પ્રમોશનને કારણે ફિલ્મ આટલી મોટી કમાણી કરી શકતી નથી. લોકો ફિલ્મ જોવા ગયા છે અને તેમને ફિલ્મ ગમી પણ છે.'

બોક્સ ઓફિસ પર, 'સૈયારા'એ વિશ્વભરમાં 507 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તે 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પણ સામેલ છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.