'જો ન્યાય નહીં મળે તો..'જેનિફરે અસિત સામે શું કરવાની ચીમકી આપી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શો એક સમયે TRP ચાર્ટમાં ટોચ પર રહેતો હતો, પરંતુ તે પછી પણ ઘણા કલાકારોએ એક પછી એક સીરિયલ છોડી દીધી. ઘણા કલાકારોએ તારક મહેતાના નિર્માતા અસિત મોદી પર ફી ન ચૂકવવાનો અને ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. આ શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પણ અસિત મોદી સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. લાંબી લડાઈ પછી કેસનો નિર્ણય જેનિફર મિસ્ત્રીના પક્ષમાં આવ્યો. પરંતુ, કેસ જીત્યા પછી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીત્યા પછી, જેનિફરે એક વિડિયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને શેર કર્યું કે તેણે ગયા વર્ષે અસિત મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR બદલવાનો આગ્રહ કર્યો હતો. જેનિફરે દાવો કર્યો હતો કે TMKOC નિર્માતાઓ હવે આરોપ લગાવી રહ્યા છે કે, તેઓ મોદી સામે કોઈ કેસ જીત્યા નથી.

જેનિફરે કહ્યું, 'તેઓ કહી રહ્યા છે કે, હું કોઈ ફાલતુ મહિલા સમૂહ પાસે ગઈ હતી અને ત્યાં મેં આવું કહ્યું હતું. તો મારે એટલું જ કહેવું છે કે, તમારા નિર્માતા, આટલા મહત્વપૂર્ણ, આટલા મોટા નિર્માતા, તે ફાલતુ મહિલા જૂથમાં બે વાર સુનાવણી માટે ગયા હતા, તે પણ તમામ કામ કાજ છોડીને?'

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે પોલીસ અધિકારીઓને મોદી સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે, જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા સામે પગલાં લેવામાં નહીં આવે તો તે હડતાળ પર જઈ શકે છે. જેનિફરે કહ્યું, 'મેં તેમને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તમે આ ચાર્જશીટનું કામ ઝડપથી નહીં કરો તો મને પણ ખબર નથી કે હું શું કરીશ. શક્ય છે કે, જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અહીં આવશે ત્યારે હું હડતાળ પર બેસી જાઉં.'

જેનિફર મિસ્ત્રી TMKOCમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવતી હતી. જો કે, તેણે 2023માં શો છોડી દીધો હતો અને આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે કાર્યસ્થળ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેણે શોના નિર્માતા અસિત મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જેનિફરે અસિત કુમાર મોદી, શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354 અને 509 (એક મહિલાના સમ્માનને લાંછન લાગે તેવો ઈરાદો અથવા ગુનાહિત બળ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

About The Author

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.