- Entertainment
- કરીનાએ ઇગ્નોર કર્યું અને આલિયાએ સામેથી હાથ મિલાવ્યો, ફેન કહે- દિલથી અમીર છે
કરીનાએ ઇગ્નોર કર્યું અને આલિયાએ સામેથી હાથ મિલાવ્યો, ફેન કહે- દિલથી અમીર છે
હાલમાં જ કરીના કપૂરનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તે એક મહિલાને ઇગ્નોર કરતી નજરે પડી હતી, તે બેબો સાથે હાથ મિલાવવા માટે આતુર હતી. આ વાત માટે કરીનાને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી અમુક લોકો એક્ટ્રેસના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા હતા. જ્યાં અમુક લોકો કહી રહ્યા હતા કે, જો કરીના એ મહિલા સાથે હાથ મિલાવી લેત તો તેનું શું જવાનું હતું. તો અન્ય લોકોનું કહેવું હતું કે, કરીનાએ એકદમ બરાબર કર્યું અને તે પણ કોઇ અજાણ વ્યક્તિ સાથે આ રીતે હાથ ન મિલાવતે. કરીનાના આ જેસ્ચર પર ચર્ચા ચાલી રહી હતી કે, આલિયા ભટ્ટનો એક વીડિયો હવે ચર્ચામાં આવી ગયો છે.

આલિયા ભટ્ટનો જે લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, તેમાં તે એક ગરીબ મહિલા પાસે જઇને તેની સાથે હાથ મિલાવતી નજરે પડી રહી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, આલિયા ભટ્ટની નજર જેવી એ મહિલા પર પડે છે, તે તેની પાસે જાય છે અને તેનો હાથ પકડીને તેની સાથે વાતચીત કરે છે. એટલું જ નહીં, આલિયા એ મહિલા સાથે ફોટો પણ ખેંચાવે છે. આલિયાનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેની તુલના કરીના કપૂર સાથે કરવા લાગ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, આને કહેવાય છે દિલથી અમીર હોવું. તો એક જણે લખ્યું કે, કરીના કંઇ શીખ આલિયા પાસેથી. એક અન્ય યુઝરે લખ્યું કે, પાછળ સેનેટાઇઝરની બોટલ કોણ હલાવી રહ્યું છે. એક અન્ય યુઝરે લખ્યું કે, આ બધું કેમેરા માટે છે. એટલું જ નહીં લોકો દિલ અને ફાયર એમોજી કોમેન્ટ કરીને પણ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

