- Entertainment
- મુશ્કેલીમાં લોકગાયિકા નેહા સિંહ, ધરપકડ કરવા દરોડા પાડી રહી છે લખનૌ પોલીસ, જાણો મામલો
મુશ્કેલીમાં લોકગાયિકા નેહા સિંહ, ધરપકડ કરવા દરોડા પાડી રહી છે લખનૌ પોલીસ, જાણો મામલો
લોક ગાયિકા નેહા સિંહ રાઠોડની મુશ્કેલીઓ વધતી જ જઇ રહી છે. પહેલગામ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવાના કેસમાં કાર્યવાહી તેજ થઈ ગઈ છે. બે નોટિસ અપાયા અને હાઈકોર્ટના આદેશ છતા નેહાએ નિવેદન ન નોંધવાતા પોલીસ હવે તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે.
નેહા સિંહ રાઠોડે ધરપકડના ડરથી હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. તેમ છતા તેણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. હઝરતગંજ પોલીસના જણાવ્યા અનુસાર, નેહા સિંહ રાઠોડની ધરપકડ કરવા માટે બે ટીમો બનાવવામાં આવી છે અને તેઓ સતત દરોડા પાડી રહ્યા છે.

22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલી ઘટનામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ નેહાએ તેના X એકાઉન્ટ પરથી ઘણી વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. તેના કારણે 27 એપ્રિલે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે નેહા સિંહ રાઠોડની વિવાદાસ્પદ પોસ્ટને પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ પ્રચાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે પેન ડ્રાઇવમાં બધા ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને મોકલ્યા હતા, જ્યાં રિપોર્ટમાં પોસ્ટ અને વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ. કોઈ છેડછાડ મળી નથી.

હઝરતગંજ પોલીસે લોક ગાયિકાના આંબેડકર નગર સ્થિત હીડી પકડિયા ગામમાં નોટિસ મોકલી હતી. હાઈકોર્ટે પણ તેને પોલીસ સમક્ષ હાજર થવાનો પણ આદેશ આપ્યો હતો, પરંતુ નેહા સિંહે બીમારીનું કારણ આપીને તેનું નિવેદન નોંધાવતી બચતી રહી. હાઈકોર્ટે તેના આગોતરા જામીન અરજી ફગાવી દીધા હતા. જામીન અરજી ફગાવી દીધા બાદ પોલીસે નેહા સિંહ રાઠોડની ધરપકડ કરવા માટે ખાસ ટીમો સક્રિય કરી દીધી છે. ઈન્સ્પેક્ટર વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, ટીમો વિવિધ સ્થળોએ તેની શોધ કરી રહી છે.
કુર્સી રોડ પર વુડલેન્ડ પેરેડાઇઝ એપાર્ટમેન્ટના રહેવાસી અભય પ્રતાપ સિંહે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ રાણીગંજના રહેવાસી સૌરવ, દુર્વિજયગંજના રહેવાસી હિમાંશુ વર્મા અને દુગાંવાના રહેવાસી અર્જૂન ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ફરિયાદોને પણ FIRમાં સામેલ કરવામાં આવી હતી.

