- Entertainment
- કિંજલ દવે થનાર પતિ પવન સાથે દુબઈમાં કરી રહી છે એન્જોય, જુઓ ફોટો
કિંજલ દવે થનાર પતિ પવન સાથે દુબઈમાં કરી રહી છે એન્જોય, જુઓ ફોટો
કિંજલ દવેને સૌ કોઈ ગુજરાતી ઓળખતા હશે. કારણ કે ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા પોતાના ગીતના માધ્યમથી કિંજલ દવેએ મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હાલ કિંજલ દવે દેશ-વિદેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

ત્યારે એક એવી માહિતી સામે આવી રહી છે કે, કિંજલ દવે તેના થનાર પતિ પવન જોશી અને આકાશની સાથે દુબઈમાં પ્રવાસ કરી રહી છે અને તેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. કિંજલ દવેની તેના થનાર પતિ પવન જોશી સાથેની રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે કિંજલ દવે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તે હાલ દુબઈના પ્રવાસે છેમ ત્યારે તે પળેપળની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ચાહક વર્ગને આપતી રહે છે. જોકે અગાઉ કિંજલ દવે પવન સાથે કચ્છના રણોત્સવમાં ગઈ હતી અને તેની માહિતી પણ તેને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી.

કિંજલ દવેની સગાઈ પવન સાથે થઈ છે. પવન કિંજલનો નાનપણનો મિત્ર છે અને કિંજલ દવેએ પવનની સાથે પોતાના ગામડે ખૂબ જ સાદાઈથી સગાઈ કરી હતી. હાલ કિંજલ દવે તેના થનારા પતિ પવનની સાથે ટ્રીપ છે અને તેમની સાથે ઉર્વશી રાદડિયા અને કિંજલ દવેનો ભાઈ આકાશ પણ છે. તેઓ દુબઈમાં કેટલો એન્જોય કરી રહ્યા છે તેની માહિતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોટો સ્ટોરી અપલોડ કરીને આપતા રહેશે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કિંજલ અને પવન નવું બોન્ડિંગ ખૂબ જ સારું છે અને તે એકબીજા સાથે હંમેશાં હળીમળીને રહે છે. મહત્વની વાત છે કે, જ્યારથી કિંજલની સગાઈ થઈ છે. ત્યારથી પવન દરેક પ્રોગ્રામમાં કે પછી કિંજલ દવેની કોઈ પણ પ્રકારની ટ્રીપમાં તેની સાથે જોવા મળે છે. હાલ તો કિંજલ દવે તેના પતિ પવનની સાથે દુબઈમાં મોજમસ્તી કરી રહ્યા છે અને બંનેના કેટલાક રોમાન્ટિક પોઝ આપતા ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ બંનેની જોડી જોઈને ચાહકો પણ બંનેના વખાણ કરી રહ્યા છે.

