3 બાળકોનો પિતા છે પોપટલાલ, આવો છે તારક મેહતાના સ્ટાર્સનો પરિવાર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સનો ફેવરિટ શો છે. આ શોનું દરેક કેરેક્ટર પોતાનામાં કમાલ છે. શોની આખી સ્ટારકાસ્ટને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. સીરિયલમાં જેવી જોડીઓ બનાવવામાં આવી છે, તેને જોતા એવું જ લાગે છે કે આ જ અસલી જોડીઓ છે. પરંતુ, હકીકતમાં એવું નથી. આજે અમે તમને શોના એક્ટર્સની રિયલ લાઈફ ફેમિલી વિશે જણાવીશું.

ફોટામાં તમે જેને જોઈ રહ્યા છે, તે અમિત ભટ્ટ અને તેની પત્ની. શોમાં તે જેઠાલાલના પિતા ચંપકલાલનું કેરેક્ટર પ્લે કરે છે. અમિતના રિયલ લાઈફમાં બે ટ્વીન્સ બાળકો છે અને તે બંને TikTok સ્ટાર છે.

ગોકુલધામ સોસાયટીના એક મેવ સેક્રેટરી આત્મારામ ભિડે (મંદાર ચંદવાદકર) તો ફેન્સનો ફેવરિટ છે. શોમાં જ્યારે પણ તે આવે છે, તો પોઝિટિવિટી સાથે લાવે છે. શોમાં તે એક દીકરીનો પિતા છે. પરંતુ રિયલ લાઈફમાં ઊંધુ છે. મંદાર ચંદવાદકર એક દીકરાનો પિતા છે. તેની પત્નીનું નામ સ્નેહલ ચંદવાદકર છે.

શોના તારક મેહતાનું રિયલ નામ શૈલેષ લોઢા છે. એક્ટિંગની સાથોસાથ શૈલેષ લખે પણ છે. તે મેરિડ છે. તેની પત્નીનું નામ સ્વાતિ છે અને તેની એક દીકરી પણ છે.

પોપટલાલ (શ્યામ પાઠક)નું નામ જ્યારે પણ યાદ આવે છે, તો સૌથી પહેલા મગજમાં આવે છે લગ્ન. ભલે પોપટલાલ શોમાં કુવારો છે અને લગ્ન માટે આતુર છે. પરંતુ, અસલ જિંદગીમાં તેના લગ્ન થઈ ગયા છે અને તે ત્રણ બાળકોનો પિતા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એકમાત્ર  બિઝનેસ વુમન છે, માધવી ભિડે. શોમાં તે અથાણું અને પાપડનો બિઝનેસ કરે છે. અસલમાં માધવીનું નામ સોનાલિકા જોશી છે. તેના રિયલ લાઈફ પતિનું નામ સમીર જોશી છે અને તેની એક દીકરી પણ છે.

જેનિફર મિસ્ત્રી શોમાં મિસીસ રોશન સોઢી બની છે. જેનિફરના લગ્ન થઈ ગયા છે. તેની એક દીકરી છે. લોકડાઉનના સમયમાં તે પોતાની દીકરી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

શોમાં જેઠાલલાનું કેરેક્ટર દિલીપ જોશી પ્લે કરી રહ્યો છે. દિલીપ જોશીના લગ્ન જયમાલા જોશી સાથે થયા છે અને તેના બે બાળકો પણ છે. શોમાં જેઠાલાલનું કેરેક્ટર લોકોનું ફેવરિટ છે.

દિશા વાકાણી શોમાં દયા જેઠાલાલનું કેરેક્ટર પ્લે કરી રહી છે. ગત 2 વર્ષોથી દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. થોડાં સમય પહેલા શોમાં એક એપિસોડ માટે તેની એન્ટ્રી થઈ હતી. ફેન્સ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. દિશાએ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા છે અને હવે દિશા એક બાળકની મા છે.

About The Author

Related Posts

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.