બોલિવુડ વિરુદ્ધ સાઉથને લઈને આ છે અલ્લૂ અર્જુનનો અભિપ્રાય, જાણીને થઇ જશો હેરાન

હાલમાં બોલિવુડમાં એક નવો વિવાદ શરૂ થયો છે, આ વિવાદ સરળ રીતે બોલિવુડ વિરુદ્ધ સાઉથ ઇન્ડસ્ટ્રીની વચ્ચે છે. એક પક્ષનું કહેવું છે કે, બોલિવુડ સારું છે, તો બીજો પક્ષ સાઉથના પક્ષમાં જોવા મળી રહ્યો છે. આ મૌખિક યુદ્ધ સીધે-સીધું દિગ્ગજો વચ્ચે શરૂ છે, હવે મનોરંજનના માપદંડોમાં ભાષાની સીમા કેટલી મહત્વપૂર્ણ છે, આના પર તો આપણે વાત નહીં કરીશું, પણ સાઉથનો સુપરસ્ટાર અલ્લૂ અર્જુન બોલિવુડ અને સાઉથ સિનેમાને લઈને શું વિચારે છે? એ જરૂર કહીશું. 

બોલિવુડ વિરુદ્ધ સાઉથ ઇન્ડસ્ટ્રીને લઈને અલ્લૂ અર્જુનનો અભિપ્રાય

અલ્લૂ અર્જુનની ‘પુષ્પા: ધ રાઈઝ’ ફિલ્મ રીલિઝ થઇ હતી, જેને લોકપ્રિયતાના મામલામાં દરેક ફિલ્મને પાછળ રાખી દીધી હતી, આ ફિલ્મનો જાદુ માત્ર સાઉથ અથવા ભારતમાં જ નહીં, પણ સાત સમુદ્ર પાર સુધી જોવા મળ્યો હતો. એટલે કે, અલ્લૂ અર્જુન હવે ગ્લોબલી સ્ટાર બની ચૂક્યો છે. જો કે, અત્યાર સુધી અલ્લૂ અર્જુને બોલિવુડમાં ડેબ્યૂ નથી કર્યુ. તેમજ, એક ઇન્ટરવ્યૂમાં અલ્લૂ અર્જુનને બોલિવુડ અને સાઉથના તફાવત પર પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના પર અલ્લૂ અર્જુને ખૂબ જ સમજદારીભર્યો જવાબ આપ્યો હતો.

અલ્લૂ અર્જુને સારી રીતે સમજાવ્યો હતો તફાવત

અલ્લૂ અર્જુને આ ઇન્ટરવ્યૂમાં બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી બંનેને સારી ગણાવી હતી. તેણે કહ્યું કે બંને ઇન્ડસ્ટ્રીની કાર્યશૈલીમાં ખૂબ જ તફાવત છે. બોલિવુડ જોનર બેઝ્ડ મૂવિ બનાવે છે, જ્યારે સાઉથમાં મલ્ટી જોનરની રીતે ફિલ્મો બનાવવામાં આવે છે. એટલે કે, સાઉથમાં ફિલ્મ કોઈ પણ જોનરની હોય, તેમાં મિર્ચ, મસાલા અને ડાન્સ જરૂર હંમેશાં રહે છે, જ્યારે બોલિવુડમાં જોનર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

સારી સ્ક્રિપ્ટની છે શોધ

એક્ટર અલ્લૂ અર્જુન બોલિવુડમાં ડેબ્યૂ ક્યારે કરશે? આ પ્રશ્નનો જવાબ પણ અલ્લૂ અર્જુને જ આપે છે. તેના અનુસાર, અત્યાર સુધી તેને કોઈ એવી સ્ક્રિપ્ટ નથી મળી, જેને લઈને તે એક્સાઈટેડ થઇ જાય. આવી સ્ક્રિપ્ટ મળતા જ, તે કોઈ પણ વિલંબ કર્યા વગર બોલિવુડમાં ડેબ્યૂ કરવા માટે હા કહી દેશે.

Related Posts

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.