- Fashion & Beauty
- લક્ઝરી બ્રાન્ડ Louis Vuitton મહિલાઓના પગ જેવા જૂતા લાવ્યું, કિંમત જાણી ચોંકી જશો
લક્ઝરી બ્રાન્ડ Louis Vuitton મહિલાઓના પગ જેવા જૂતા લાવ્યું, કિંમત જાણી ચોંકી જશો

લગ્ઝરી ફેશન હાઉસ Louis Vuitton(લુઈ વિંતો)એ ડિઝાઈનમાં બધી હદો પાર કરી દીધી છે. ફેશન ટેન્ડ્સમાં ક્રિએટિવિટીને લાવતા આ બ્રાન્ડે એક ખાસ રીતના બૂટ્સ લોન્ચ કર્યા છે. આ જૂતા વૂમેન લેગની ફીલ આપે છે. જેમાં એંકલ સોક્સ અને બ્લેક સિટ્લેટોને કંબાઈન કરવામાં આવ્યું છે. જોવામાં કોઈ પ્રોસ્થેટિક લેગ જેવા દેખાતા આ જૂતાઓની કિંમત જાણી તમે હેરાનીમાં મૂકાઈ જશો.
Louis Vuitton લગ્ઝરી અને કંફર્ટના મામલામાં સૌથી આગળ છે. એવામાં આ બ્રાન્ડની ક્રિએટિવિટી મોટેભાગે લોકોને સારી લાગે છે. જોકે Louis Vuittonના લેડી લાઈક જૂતા જોઇને સૌ કોઈ હેરાનીમાં છે. સૌથી વધારે ચોંકાવનારી વાત તો આ જૂતાઓની કિંમત છે. એક સોશિયલ મીડિયા ઈંફ્લુએંઝરે આ જૂતા ખરીદ્યા છે.
વીડિયો શેર કરતા એક સોશિયલ મીડિયા ઈંફ્લૂએંઝર ઈઝબેલા અલાને આ જૂતાઓને અજીબ ગણાવ્યા. પોતાના અનબોક્સિંગ વીડિયોમાં જણાવ્યું કે, તેણે રન-વે પર 1-2 વર્ષ પહેલા આ જૂતાઓને જોયા હતા અને તે ત્યારથી જાણતી હતી કે તેને આ જૂતા લેવા છે. વીડિયોને અત્યાર સુધીમાં મિલિયનથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે. કેપ્શનમાં ઈઝાબેલે આ જૂતાઓને કૂલ ગણાવ્યા છે.
હવે લોકો પણ આ જૂતાઓને લઈ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. લોકોએ આ જૂતાઓની ક્રિએટિવિટીની પ્રશંસા કરી છે. એક યૂઝરે લખ્યું કે, મને આ પસંદ આવ્યા.
જણાવીએ કે, રબર કાર્ટૂન ડ્રેસિસ હાલમાં જ પોપ્યુલર થઇ છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, આ તો જરા પણ ખરાબ લાગી રહ્યા નથી. આ જૂતાનો સારી રીતે ઉપયોગ કરી શકશે. ખેર, Louis Vuitton હંમેશાથી જ લગ્ઝરી અને એક્સક્લૂસિવિટીને લઈ ઓળખાઈ છે. માત્ર આ બ્રાન્ડની કિંમતો જ નહીં બલ્કે તેની યૂનિકનેસ પણ બ્રાન્ડને આગવી બનાવે છે.
ખેર, Louis Vuittonના આ જૂતાઓની કિંમતની વાત કરીએ તો આ બૂટ્સની કિંમત 2500 ડૉલર એટલે કે લગભગ 2 લાખ રૂપિયા છે. આ ઉપરાંત આ બૂટ્સમાં બે પ્રકારના સ્કીન ટોન ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.