કેવી રીતે કરે છે 18-18 કલાક કામ? જાપાનના એક યુવકે વીડિયો બનાવીને બતાવ્યુ શોષણ

જાપાનમાં એક ઓફિસ કર્મચારીએ પોતાના 18.5 કલાકના કામકાજના દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કહેવામાં આવે છે કે, વ્યક્તિએ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સંતુલન બનાવી રાખવું જોઈએ કેમ કે આજ જિંદગી જીવવાની સાચી રીત છે, પરંતુ જ્યારે તમારી પ્રોફેશનલ લાઈફ આટલી વ્યસ્ત અને ટાઈટ થઈ જાય કે પર્સનલ લાઈફ માટે કોઈ જગ્યા જ ન બચે. જાપાનના આ કર્મચારિએ પોતાની થકાઉ અને સતત ચાલતી રહેતી દિનચર્યા બતાવી છે, જેમાં કામ વચ્ચે ખૂબ જ ઓછો આરામ મળે છે. આ વીડિયોએ જાપાનની ચમક-ધમક પાછળ છુપાયેલા શોષણની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે.

Black-Company1
youtube.com

 

'એ ડે ઇન ધ લાઇફ: સેલેરીમેન એટ અ બ્લેક કંપની' નામનો આ વીડિયો યુટ્યુબ પર લાખો વખત જોવાઈ ચૂક્યો છે. તેમાં એક સેલેરીમેનના એક દિવસની કહાની બતાવવામાં આવી છે, જે તેની થાક અને નિરાશાજનક દિનચર્યા દર્શાવે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તેનો દિવસ સવારે 7:00 વાગ્યે શરૂ થાય છે અને અડધી રાત બાદ ખતમ થાય છે. તે સવારે 7:16 વાગ્યે ઘરથી નીકળે છે અને 90 મિનિટની લાંબી મુસાફરી બાદ ઓફિસ પહોંચે છે. ઓફિસમાં માત્ર 2 નાના બ્રેક લેવામાં આવ્યા- સવારે 11:35 વાગ્યે કોફી બ્રેક અને બપોરે 1:15 વાગ્યે 45 મિનિટનો લંચ બ્રેક. તે બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 8:15 વાગ્યા સુધી સતત કામ કરતો રહે છે.

આ સેલેરીમેન પોતાની કંપનીને બ્લેક કંપનીકહે છે. જાપાનમાં બ્લેક કંપની' એવું વર્કપ્લેસ હોય છે જ્યાં કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવું પડે છે, ઓછી સેલેરી મળે છે અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. આ કંપનીઓ મોટા ભાગે નવા સ્નાતકોની ભરતી કરે છે જેઓ બિનઅનુભવી હોય છે અને પોતાની વાત રાખતા ડરે છે. તે બતાવે છે કે ઘણી બ્લેક કંપનીઓ નોકરી છોડનારા કર્મચારીઓને શરમાવે છે અને તેમને દેશદ્રોહી પણ કહી દે છે.

Black-Company2
youtube.com

 

કામ પૂરું થયા બાદ રાત્રે 10:45 વાગ્યે ઘરે પાછો ફરે છે. રાતનું ખાવાનું 11:30 વાગ્યે શરૂ થાય છે અને આખરે તે 1:15 વાગ્યે સૂઈ જાય છે. તે કહે છે કે લાંબા સમય સુધી કામ કરવું ઉત્પાદક હોતું નથી. તેણે સાંભળ્યું હતું કે જાપાન 4 દિવસનો કાર્ય સપ્તાહ લાગૂ કરી રહ્યું છે, પરંતુ તે માત્ર એક અફવા નીકળી. સોશિયલ મીડિયા પર આ સ્થિતિને અમાનવીય ગણાવવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે માણસો ક્યારેય આ પ્રકારનું જીવન જીવવા માટે બન્યા નહોતા. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે જાપાન ધીમે-ધીમે માણસોને રોબોટમાં બનાવી રહ્યું છે. કોઈએ કહ્યું કે ભારતમાં જાપાનની તુલનમાં વર્કિંગ કલ્ચર ખૂબ સારું છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.