- Food
- રાહુલ ગાંધીના કારણે ચર્ચામાં આવેલી જલેબી જાણો કયા દેશથી ભારત આવી હતી
રાહુલ ગાંધીના કારણે ચર્ચામાં આવેલી જલેબી જાણો કયા દેશથી ભારત આવી હતી

હરિયાણા વિધાનસભાની ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ સોનીપતના ગોહાનામાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ગોહાના પ્રદેશ તેની જલેબી માટે પ્રખ્યાત છે.
વર્તમાનમાં સોશિયલ મીડિયામાં જલેબીની ચર્ચાએ જોર પકડયું છે. કારણ કે રાહુલ ગાંધીએ ગોહાનાની પ્રખ્યાત જલેબી ખાધા બાદ તેના વખાણ કરતા કહ્યું કે આ જલેબીને હિન્દુસ્તાન સહીતના વિશ્વના તમામ દેશોમાં પહોંચાડવી જોઈએ.
પણ તમને શું ખબર છે કે જે જલેબીને ભારતીઓ ખૂબ ઉત્સાહથી ખાઈ રહ્યા છે તે ભારત મૂળની મીઠાઈ નથી. તે બીજા દેશથી ભારતમાં આવી છે. તો ચાલો જાણીએ કે જલેબી ક્યાંથી ભારતમાં આવી હતી.
આ દેશથી ભારત આવી હતી જલેબી
ભારતમાં વિવિધ પ્રકારની જલેબી બનાવી તેને ખાવામાં આવે છે. પરંતુ જલેબી મૂળ ભારતની મીઠાઈ નથી. જેવી રીતે સમોસા ભારતમાં જ બનવાનું શરુ થયું તેવી રીતે જલેબીનો ઉદ્ભવ ભારતમાં થયો ન હતો. ઈતિહાસકારોના મત મૂજબ જલેબી ઈરાનથી ભારતમાં આવી છે. જલેબીને ઈરાનમાં જલબીયા કહેવામાં આવે છે. દસમી સદીનું પુસ્તક ‘કિતાબ-અલ-તબીખ’ માં જલેબીનો ઉલ્લેખ જોવા મળે છે.
ઈતિહાસકારોના મત મૂજબ તુર્ક આક્રમણકારીઓની સાથે જલેબી ભારત આવી હતી. વર્તમાનમાં જલેબીને ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
રાહુલ ગાંધીએ ખાધી સ્પેશિયલ જલેબી
સોનીપતના ગોહાનામાં રાહુલ ગાંધીએ જે જલેબી ખાધી તે જલેબી સ્પેશિયલ જલેબી હતી. રાહુલ ગાંધીએ જે દુકાનની જલેબી ખાધી તે દુકાન 1958માં ખુલ્લી હતી. આ દુકાનને તે પરિવારની ત્રીજી પેઢી સંભાળી રહી છે. ગોહાનાની જલેબી શુદ્ધ દેશી ઘી માંથી બનાવવામાં આવે છે. આ જલેબીનો સ્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ચાખી ચુક્યા છે. જો આની કિંમત વિશે વાત કરીએ તો એક કિલો જલેબીનો ભાવ 300 રૂપિયા છે.
Related Posts
Top News
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Opinion
