દશેરાના દિવસે ગુજરાતીઓ આટલા કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે

આવતીકાલે,11 ઓકટોબરે દશેરો છે અને દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવાની ગુજરાતમાં વર્ષોથી પંરપરા છે. દશેરોના દિવસે ગુજરાતના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જાય છે.

આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ફાફડા જલેબી અમદાવાદના લોકો ખાય છે એ પછી સુરતમાં પણ લોકો ફાફડા જલેબી માટે લાઇન લગાવી દે છે. એક અંદાજ મુજબ આખા ગુજરાતમાં 1 લાખ જેટલા ફાફડા અને જલેબીનું વેચાણ થશે એટલે અંદાજે 8થી 10 કરોડ રૂપિયાના ફાફડા-જલેબી એક જ દિવસમાં ખવાઇ જશે.

દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા પાછળનું કારણ એવું છે કે ભગવાનને રામને શશકુલી નામની મિઠાઇ બહુ ભાવતી હતી જેને આજે જલેબી કહેવામાં આવે છે. સમય જતા મિઠાઇને સાથે તીખી આઇટમ તરીકે ફાફડા પણ જોડાઇ ગયા.

બીજું એક કારણ એ છે કે સપ્ટેબર- ઓક્ટોબર મહિનામાં બેવડી  સિઝન હોવાને કારણે ઘણા લોકોને માઇગ્રેનનો અનુભવ થતો હોય છે. શરીરમાં સિરોટોરીન નામનું તત્વ ઓછું થઇ જાય છે અને જલેબીમાં ટિરામાઇનનું તત્વ હોય છે જે સિરોટોરીને અંકુશમાં રાખે છે, જલેબી ખાવાથી માઇગ્રેનમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે.

Related Posts

Top News

ભારતના અધિકારીઓ ગૌતમ અદાણીને સમન્સ મોકલતા જ નથી, USની એજન્સીનો આરોપ

ગૌતમ અદાણીની મુસીબત વધે તેવા સમાચાર સામે આવ્યા છે.અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશન (SEC)એ ન્યુયોર્ક કોર્ટને કહ્યું છે...
Business 
ભારતના અધિકારીઓ ગૌતમ અદાણીને સમન્સ મોકલતા જ નથી, USની એજન્સીનો આરોપ

યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
Tech and Auto 
યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.