બે દીકરીઓની હત્યા બાદ દંપતીએ કરી આત્મહત્યા, વાંસદાના ઘરમાં મળ્યા 4 શબ, જાણો કારણ

નવસારી જિલ્લાથી દર્દનાક ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના એક દંપતીએ પહેલા પોતાની બંને દીકરીઓની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. એક ઘટનામાં 2 બાળકો સહિત દંપતીના શબ મળવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો છે. પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં કહ્યું કે, દંપતીએ રૂમની છત સાથે લટકીને આત્મહત્યા કરવા અગાઉ પોતાની દીકરીઓની હત્યા કરી દીધી  હતી. આખી ઘટના પાછળ પતિના લગ્નોત્તર સંબંધ હોવાની ચર્ચા સામે આવી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વાંસદા તાલુકાના રાવણિયા ગામના વોરિ પલિયાના રહેવાસી 39 વર્ષીય ચુન્નીલાલ જત્તર ગાવીતના 9 વર્ષ પહેલા તનુજાબેન સાથે લગ્ન થયા હતા. 9 વર્ષના લગ્ન જીવન દરમિયાન દંપતીના 2 બાળકો હતા. ચુન્નીલાલ યુનિબેઝ કંપનીમાં કામ કરતો હતો. તેની સાથે કામ કરનારી આહવા ડાંગ જિલ્લાની એક છોકરી સાથે તેના પ્રેમ સંબંધ હતા. ઘટમાં જ ચુન્નીલાલે તેની સાથે ગૃહસ્થ જીવન શરૂ કરવાની વાત કહી હતી.

જાણકારો કહે છે કે, 10 માર્ચ 2023ના રોજ છોકરીને ઘરે લઈ આવ્યો અને કહ્યું કે, કાજલ (નામ બદલ્યું છે)ને હું પોતાની બીજી પત્નીના રૂપમાં રાખવા જઈ રહ્યો છું. આ પ્રકારે વાત કરતા ચુન્નીલાલના પિતાએ તેને કહ્યું કે, બે દિવસ પછી વાતચીત બાદ નિર્ણય કરશે. તનુજાને એ જાણીને દુઃખ થયું કે તેનો પતિ બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પછી પતિ-પત્ની બંનેએ દીકરીઓની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી. જો કે, વાસદ પોલીસ નિરીક્ષક બી.એમ. ચૌધરીએ કહ્યું કે, બાળકોના શબ જમીન પર પડેલા મળ્યા.

સ્પષ્ટ રૂપે તેના માતા-પિતાએ તેમના ગળા દબાવીને તેમની હત્યા કરી છે. બી.એમ. ચૌધરીએ જણાવ્યું કે, હત્યા અને આત્મહત્યાના કારણોની અત્યારે જાણકારી મળી નથી અને તપાસ ચાલી રહી છે. બધા પહેલુઓની તપાસ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું. જ્યાંથી ગઇ કાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા. જ્યાં તેમણે દીકરીઓને મારીને આત્મહત્યા કરવાનો પ્લાન કર્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે પાછા ફર્યા હતા. ચુન્નીલાલના પ્રેમસબંધના કારણે ચુન્નીલાલ તથા તેની પત્ની તનુજાએ તેમની પોતાની બન્ને દીકરીઓમાં સૌથી મોટી દીકરી કસીસ (ઉંમર 7વર્ષ) અને તેનાથી નાની દિકરી ધિત્યા (ઉંમર લગભગ 4 માસ)નું ગળું દબાવીને મારી નાખ્યા બાદ દંપતી પોતપોતાની મેળે નાયલોન દોરડાથી ઘરની પેજારીના ભાગે લાકડાના ડાંડા ઉપર દોરડુ બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.

વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરી તો બધાના મૃતદેહ જોવા મળ્યા હતા. આ અંગે ચુન્નીલાલના પિતા જતરભાઈ માધુભાઈ ગાવીતે ગુનો નોંધાવતા પોલીસે બે ગુના નોંધ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો નોધ્યો છે. આ કેસમાં આગળની તપાસ વાંસદા પોલીસ દ્વારા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.