ભાજપમાં બધું સમુસુથરુ નથી,ગુજરાતમાં વધુ એક પ્રદેશ નેતાનું રાજીનામું

લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં છેલ્લાં કેટલાંક સમયથી જે આંતર કલહ ઉભો થયો છે તે હજુ થાળે પડ્યો હોય તેવું લાગતું નથી. ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ વચ્ચે વધુ એક પ્રદેશ નેતાના રાજીનામાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આનો મતલબ એ થાય છે કે ભાજપમાં હજુ બધુ સમુસુથરું નથી. જો કે આ પ્રદેશ નેતાનું રાજીનામું હજુ સ્વીકારાયું ન હોવાનું જાણવા મળ્યું છે.

શિસ્તની પાર્ટી ગણાતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બેઠકો મેળવનાર અને છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરનાર ભાજપમાં અત્યારે આતંરિક ડખો વધી ગયો છે. હજુ થોડા સમય પગેલા પ્રદિપ સિંહ વાઘેલા અને ભાર્ગભ ભટ્ટ જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામા પછી હવે મહેસાણાના નેતા પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે.

પંકજ ચૌધરી પ્રદેશ સંગઠનમાં મહામંત્રી અને સાથે યુવા મોર્ચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા હતા. જો કે પંકજ ચૌધરીનું કહેવું છે કે તેમણે તો દોઢેક મહિના પહેલાં જ પારિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે.

ભાજપના સૂત્રોના કહેવા મુજબ પંકજ ચૌધરીનું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું નથી. જો કે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૌધરી પાસે રાજીનામું માંગી લેવામાં આવ્યું છે.

સવાલ એ છે કે શિસ્તની પાર્ટી અને સૌનો સાથ સૌનો વિકાસનું ચિત્ર બતાવનારી ભાજપમાં એવું તે શું થયું છે કે ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા ભાજપમાં પત્રિકા કાંડ ગાજયું હતું અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આરોપો કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી. પત્રિકા કાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કેટલાંક લોકોની ધરપકડ પણ કરી છે અને ભાજપના મોટા ચહેરાઓ પણ ખુલ્લાં પડી ગયા હતા, પરંતુ થોડા સમય પછી બધું શાંત પડી ગયું.

એ પછી જામનગરામાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપીનો ઇશ્યૂ ઉભો થયો. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે બીજા દિવસે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સી આર પાટીલના નજીકના નેતા ગણાતા હતા, પરંતુ પ્રત્રિકા કાંડમાં તેમનો ભોગ લેવાઇ ગયો હતો. એ પછી વડોદરના ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામું આપ્યું હતું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.