અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બપોરે અકળાવી મૂકે તેવો આકરો તડકો અને રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે. હાલમાં તો કાળઝાળની ગરમી પડી રહી છે. લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો બીજી તરફ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાંનો સહારો પણ લઈ રહ્યા છે. આ બધા વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે વરસાદ વહેલો આવશે તેવી આગાહી કરી છે.

ambalal-patel1
gujarati.news18.com

તેમણે ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે તેને લઈ આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાત ચોમાસુ સામાન્ય કરતા વધારે રહેશે. રાજ્યમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ પડશે, તો આ વર્ષે વરસાદ વહેલો આવે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં મે મહિનાની 25 તારીખથી જૂનની 4 તારીખ વચ્ચે ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે. તો આ વર્ષે વરસાદ સાથે ગાજ-વીજ અને પવનનું જોર વધારે રહેશે.

અંબાલાલ પટેલે વરસાદી ઋતુ ક્યારથી બેસી જશે તેની આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની 18 તારીખથી લઈને મેની 25 તારીખ વચ્ચે અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે. આ સાથે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું ઉદ્વભાવિ શકે છે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે.

Rain
india.com

ચોમાસાના વરસાદ અંગે વાત કરીએ તો ચોમાસું વર્ષ 2005-06 જેવું રહેશે. પરંતુ ગરમી વધારે પડી રહી છે, એટલે ચોમાસું 1997 જેવું રહી શકે છે. ચોમાસું નબળું નહીં રહે. આમ છતા પાછોતરો વરસાદ થોડો વધારે પડવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. અરબ સાગરમાં પણ 10 મેથી 15 જૂન વચ્ચે એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, જે 4-5 જૂદા જૂદા માર્ગે જઈ શકે છે. આ વખતે વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.