આ સમાજના યુવાનો જો ફેશનેબલ દાઢી રાખશે તો 51,000નો દંડ થશે, DJ બંધ, બારમા પછી...

અત્યારે લોકોમાંઆ દેખાદેખીનો ખેલ ચાલી રહ્યો છે. તેના કારણે પ્રસંગોમાં ખોટા અને વધારાના ખર્ચા થઈ જાય છે. જો કે, બનાસકાંઠાના આંજણા સમાજે આવા ખોટા ખર્ચાઓ સામે બોયો ચડાવી છે. ધાનેરાના 54 ગામના ત્રીસી, ચોવીસી આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિહ્ન કર્યો છે. ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં વિવિધ 22 સુધારા કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ ચૌધરી સમાજમાં સુધારણા અને સમુહ લગ્ન બાબતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો તેઓ ફેશનેબલ દાઢી રાખશે તો તેમને 51,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સમાજના નવા સુધારામાં કેટલીક પરંપરાના નામે કેટલીક બદીઓ દૂર કરાઈ છે. એટલું જ નહીં બદીઓ ફરી શરૂ ન થાય તે માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ છે અને જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે.

એ સિવાય લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51,000થી વધુ ન આપવા, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનો નિયમ બનાવાયો છે. સાથે સન્માન સમયે સાલ, પાઘડી, વિંટી કે ભેટ ન આપવાની પણ પહેલ કરવામાં આવી છે. લગ્નમાં ડી.જે., જન્મ દિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ. ઉપરાંત ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. સમાજ સુધારણા અને સમૂહ લગ્ન બાબતે સભા યોજાઈ હતી. જેમાં આ સુધારા કરાયા હતા.

આંજણા ચૌધરી સમાજની બેઠકમાં આ બાબતે સુધારા કરાયા:

સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવાનું આયોજન

લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ ન ભરવી, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું, ભોજન પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવા, સન્માનમાં સાલ, પાઘડી, વિંટી કે ભેટથી ન કરવું

સારા પ્રસંગે પીઠમાં થાપા ન આપવા, ફક્ત રંગનો છંટકાવ કરવો

પાટ તથા ચોરીમાં ભાઈ/બહેને રૂપિયા 1100થી વધારે ન આપવા, પાટ તથા ચોરીમાં આવેલા રૂપિયા જાહેરમાં ગણવા નહીં.

મામેરું ભર્યા પછી બહેનોએ ઊભા થઈને ઝાંપે ન જવું. જમાઈએ પાછા વાળવા ન જવું. મામેરું, મીઠું કરવા ન જવું. મામેરું ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડાં ન પહેરવા. સાસરાના ઘરના કપડાં રૂમમાં પહેરીને બહાર આવવું. મામેરામાં ઘડા ભરીને મીઠાઇ આપવા પર પ્રતિબંધ

યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવી, જો ફેશનેબલ દાઢી રાખી તો 51,000નો દંડ થશે

ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવા

લગ્નમાં ડી.જે અને જન્મદિવસ હૉટલમાં મનાવવા પ્રતિબંઘ

આ ઉપરાંત બેઠકમાં સમાજના પ્રમુખ રાયમલ પટેલે પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતા સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. વ્યસનને તિલાંજલી ન આપનારને 1 લાખ રૂપિયાનો દંડ થશે.

મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ, અફીણ પ્રથા કરવામાં આવી તો 1 લાખનો દંડ. મરણ પ્રસંગે વરાડમાં 10 રૂપિયા જ લેવા, તેમજ પાછળથી પણ 10 રૂપિયા જ લેવા મરણ પ્રસંગે બહેનોના રૂપિયા ન લેવા કે દેવા. મરણ પ્રસંગે બારમાના દિવસે રાવણું કરી કોઈએ જવું નહીં. મરણ પ્રસંગમાં દીવો બાળવા સગા-સંબંધીને બોલાવવા નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.