ભાવનગરમાં ગોઝારો અકસ્માત, ઘાસ ભરેલી ટ્રક પલટી જતા 6 લોકોના મોત

ભાવનગર જિલ્લાના વલભીપુરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં 6 કરતા વધુ લોકોના મોત થઈ ગયા છે. લીલું ઘાસ ભરીને જે ટ્રક જઈ રહ્યી હતી તે પલટી જતા આ અકસ્માત થયો છે. અકસ્માતની જાણકારી મળતા લોકો આસપાસમાંથી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણકારી 108ની ટીમને આપવામાં આવતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. લીલુ ઘાસ લઈને જતા આ ટ્રકમાં 15 જેટલા લોકો સવાર હોવાની જાણકારી મળી રહી છે. ઘટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વલભીપુર તાલુકાના મેવાસા ગામમાં લીલુ ઘાસ ભરીને જઈ રહેલી ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા આ ગોઝારો અકસ્માત થયો હતો. ઘટના એટલી ભયાનક હતી કે વટેમાર્ગુઓના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા. 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિકો અને 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માત થવાનું કારણ શું છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ટ્રકનો માલિક કોણ છે, અકસ્માત સર્જાવા પાછળનું કારણ શું છે અને ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અને મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ટ્રક નીચે દબાયેલા લોકોની એક પછી એક લાશ કાઢી રહેલા લોકોને પણ કંપારી છૂટી ગઈ હતી. મૃતકોની ઓળખ નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ (ઉંમર 21 વર્ષ), કવાભાઈ ભીખાભાઈ મકવાણા (ઉંમર 45 વર્ષ), સીતુભાઈ દાનાભાઈ ચૌહાણ (ઉંમર 51 વર્ષ), અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ (ઉંમર 22 વર્ષ), મનીબેન ગભરૂભાઈ રાઠોડ, કોમલબેન મનસુખભાઈ રાઠોડના રૂપમાં થઇ છે.

બીજી તરફ રવિવારે અમદાવાદ જિલ્લામાં ધંધુકા-બગોદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. જેમા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે. હરિપુરા ગામના પાટિયા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વ્યકિતની હાલત ખુબ જ ગંભીર હોવાની જાણકારી છે. અકસ્માતની જાણકારી મળતા જ ધંધુકા અને પીપળી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બધા ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.