CM ભૂપેન્દ્ર પટેલે વાડજ અને મકરબા બ્રિજનું કર્યું ઉદ્ધાટન, લાખો અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળી મુક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વાડજ અને મકરબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન કર્યું. બંને ઓવરબ્રિજ બનવાના કારણે 3 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે. મુખ્યમંત્રી દ્વારા કુલ 584 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો, ફાયર બ્રિગેડના સાધનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ ઉપરાંત આવાસોના ડ્રો તેમજ સહાયક ટેક્નિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ પણ યોજાશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સૌ પ્રથમ સવારે વાડજ ખાતે આગખાનની ગલી પાસે વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10:30 વાગ્યે બોડકદેવ પંડિત દીનદયાલ હોલ ખાતે 584 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સવારે 10:45 કલાકે ઘુમા ગામ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

Makarba-Overbridge2
bhaskarenglish.in

આ ઉપરાંત સવારે 11:00 કલાકે ઘૂમા ખાતે આવેલી એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને 62 કરોડ રૂપિયાનાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા, શાહીબાગ આવતા જતા વાહન ચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો પણ અંત થશે અને અંદાજિત 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ થશે.

વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના 2 ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર તથા 15 મીટર પહોળાઈમાં ફોરલેન તથા બીજો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજિત 365 મીટર તથા 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે.

અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર મકરબા રેલવે ઓવરબ્રિજનું કામ 30 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ 2025માં પૂર્ણ થવાનું આયોજન હતું. જોકે, કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા નકશા કરતાં વધુ લાઇનો મળી આવતાં પિલ્લરની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. રેલવે તરફથી પણ કામગીરીમાં વિલંબ થયો હતો.

Makarba-Overbridge
Makarba Overbridge

આ કારણોસર બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતા આશરે દોઢ વર્ષ મોડું પૂર્ણ થયું. 800 મીટરથી વધુ લાંબા મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થયા બાદ સરખેજ જુહાપુરાથી એસજી હાઇવે તરફ જવા માટે અને એસજી હાઇવેથી સરખેજ-જુહાપુરા જવા માટે અંદાજે 1.5 લાખ વાહનચાલકોને રાહત મળશે.

About The Author

Top News

એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે? સમજો સંપૂર્ણ સમીકરણ

20મી એશિયન ગેમ્સ જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહી છે, જ્યાં 24 સપ્ટેમ્બર એટલે કે આજથી પુરુષોની ક્રિકેટ ઇવેન્ટ શરૂ થવાની...
Sports 
એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે? સમજો સંપૂર્ણ સમીકરણ

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, 4 લાખ કરોડ ધોવાયા, 3 કારણો જવાબદાર

ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી. શરૂઆતથી જ દબાણ હેઠળ રહેલા બજારમાં ટ્રેડિંગના અંત સુધીમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો....
Business 
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, 4 લાખ કરોડ ધોવાયા, 3 કારણો જવાબદાર

શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમી અને વરસાદ એમ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે....
Gujarat 
શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ

DSPના ઘરે ACBની રેડ, નોટોના ઢગલાને ઢગલા મળ્યા, DSP સસ્પેન્ડ

તેલંગાણા એન્ટી-કરપ્શન બ્યૂરો (ACB)એ સસ્પેન્ડ કરાયેલા DSP સંકીરેડ્ડી ભીમ રેડ્ડી સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસ તેજ...
National 
 DSPના ઘરે ACBની રેડ, નોટોના ઢગલાને ઢગલા મળ્યા, DSP સસ્પેન્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.