‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અલગ-અલગ સમાજો દ્વારા સામાજિક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો નાથવા અને દેખાદેખીના બિનજરૂરી ખર્ચ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ગુજરાતમાં વધુ એક સમાજે પોતાનું બંધારણ બનાવ્યું છે. મારવાડી ચૌધરી સમાજે ‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’ મુજબ બંધારણ ઘડ્યું છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સીંમત, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે અનેક સુધારણા કર્યા છે.

રાજેશ્વર ધામ ચાગડા ખાતે આયોજિત મીટિંગમાં બંધારણને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. મહંત દયારામજી મહારાજ, ગાદીપતિ રાજેશ્વર ધામ શિકારપુરાની પવિત્ર હાજરીમાં આ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા અને સમાજમાં એકતા, સંસ્કાર અને શિસ્ત જાળવવા માટે આ બંધારણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Marwadi-Chaudhari-Samaj-Constitution
gujarati

નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણવિધિ, જન્મ પ્રસંગ, વ્યસનમુક્તિ, ઓઢામણી, સગપણ સહિતના વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે સુધારણા અને સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. વધતા ખર્ચા પર નિયંત્રણ, અતિશય દેખાવ પર રોક અને સમાજમાં સમાનતા વધારવા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

01

સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આ બંધારણથી યુવાનોમાં સકારાત્મક સંદેશ જશે અને આગામી પેઢીને સંસ્કારી અને સુવ્યવસ્થિત સામાજિક માળખું મળશે. બેઠક અંતે સર્વાનુમતે ઠરાવ પસાર કરી બંધારણ અમલમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મારવાડી ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને સમાજમાં એકતા અને સુધારણા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ અંગે મસાજના આગેવાન લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું કે, ‘વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે પાંચ પટ્ટી પરગણા છે. જેમા થરાદરી, હિન્દવાણી, સાચોરી, વાવેચી અને ડીસાવલી વિસ્તારના આંજણા મારવાડી સમાજ આવે છે. તમામ આગેવાનોની હાજરીમાં લગ્ન, મરણ, જન્મ, બેબી શાવર, ગવાળા, ઓઢામણી, સગપણ અને વ્યસનના નિયમો બનાવાયા છે. 

02

નિયમો મુજબ મામેરામાં 5 લાખની મર્યાદા, લગ્ન પણ સમૂહ લગ્નમાં કરવા, જમણ વાર પણ સાદો રાખવો જેવા તમામ પ્રસંગોને આવરી લેતું વિગતવાર બંધારણ ઘડવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગે મર્યાદિત ખર્ચ અને મહેમાનો, ભેટ-વ્યવહાર પર નિયંત્રણ, DJ અને વ્યસન પર પ્રતિબંધ, મરણ પ્રસંગે સાદગીપૂર્ણ વિધિ, જન્મ અને અન્ય પ્રસંગોમાં દેખાવ ટાળવાની સૂચના સહિતના મહત્ત્વપૂર્ણ સુધારાઓ સર્વસંમતિથી મંજૂર કરાયા છે.

Marwadi-Chaudhari-Samaj-Constitution4
divyabhaskar.co.in

આ અંગે આગેવાન થાનાભાઈ પટેલે કહ્યું હતું કે, ‘રાજારામ આશ્રમ, ચાગડા ખાતે આયોજિત થયેલી આ બેઠકમાં સમાજના પાંચેય પંથકો – સાંચોરી, ડીયાવાળી, થરાદરી, વાવેચી અને હીંદવાણીના વડીલો, પંચો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. આ બંધારણનો મુખ્ય હેતુ સમાજને વ્યસનમુક્ત બનાવવાનો, કુરિવાજો દૂર કરવાનો, દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને લગ્ન કે અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવવાનો છે. સમાજમાં એકતા રહે, બિનજરૂરીખર્ચ અટકે અને કુરિવાજો બંધ થાય તે હેતુથી કડક નિયમો તથા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં નિયમ ભંગ કરનાર સામે 51,000 રૂપિયા સુધીનો દંડ તથા સામાજિક કાર્યવાહીનું પ્રાવધાન છે.

About The Author

Related Posts

Top News

તારિક રહેમાને બાંગ્લાદેશમાં PM મોદીના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ચૂંટણી જીતી, દીકરીએ આપ્યો આઈડિયા

બાંગ્લાદેશ ફરી એકવાર નિર્ણાયક રાજકીય વળાંક પર છે. હવે, તારિક રહેમાનની લીડરશિપ એ નક્કી કરશે કે, ઢાકા કયા...
World 
તારિક રહેમાને બાંગ્લાદેશમાં PM મોદીના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ચૂંટણી જીતી, દીકરીએ આપ્યો આઈડિયા

‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અલગ-અલગ સમાજો દ્વારા સામાજિક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો નાથવા અને...
Gujarat 
‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’, ગુજરાતમાં વધુ એક સમાજે બનાવ્યું સામાજિક બંધારણ

કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર! KCCમાં થવાના છે આ 4 મોટા ફેરફાર, RBIએ કરી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી છે. RBIએ...
Business 
કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર! KCCમાં થવાના છે આ 4 મોટા ફેરફાર, RBIએ કરી જાહેરાત

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP...
Politics 
મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.