- Gujarat
- લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કેમ્પસ ખાતે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ, વી.ટી.ચોક્સી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, એસ.પી.બી. ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સાર્વજનિક લો કોલેજ, બી.આર.સી.એમ. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એડવોકેટ શ્રેયસ દેસાઇ ( ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી, વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજ, સુરત) હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં શ્રેયસ દેસાઇએ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં આત્મનિર્ભર બનવા પર વિશેષ ભાર મુક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને તેમના કોઇ કાર્ય અને વ્યવસાયમાં પ્રમાણિકતા અને ચોક્સાઇ જાળવવાનો અનુરોધ કર્યો હતો.

ઇ.સ. 1935થી કાર્યરત આ સંસ્થાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરી હતી. આ ઉજવણીમાં કોલેજ પ્રાંગણની તમામ સંસ્થાઓના અગ્રણીઓ જેમાં વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડો. ઇરમાલા દયાલ, સાર્વજનિક લો કોલેજ (સેલ્ફ ફાઇનાન્સ)ના ઇન્ચાર્જ આચાર્ચા ભદ્રેશ દલાલ, વી.ટી.ચોક્સી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્યા ડો. પત્રલેખા એ. બરાડ, એસ.પી.બી. ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સના ઇન્ચાર્જ આચાર્ય ડો. આશિષ એન પંડ્યા તેમજ બી.આર.સી. એમ. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના આચાર્ય ડો. જ્યેશ અને દેસાઇ તથા શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી હતી.


