મેટ્રીમોનિયલ સ્કેમઃ ડૉક્ટર-ઈજનેર બની 100 યુવતીઓ પાસેથી પડાવ્યા લાખો રૂપિયા

વડોદરા પોલીસે 1-2 નહીં બલ્કે 100 યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી દગો આપનારા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પ્રેમમાં પોતાને દગો મળ્યા પછી આ વ્યક્તિએ પાછલા 8 વર્ષોમાં મેટ્રીમોનિયલ સાઇટના માધ્યમે યુવતીઓને ફસાવી હતી. આ યુવકે વડોદરા જ નહીં બલ્કે દેશના અનેક ભાગોમાં રહેનારી યુવતીઓ સાથે પ્રેમભરી વાતો કરી તેમની પાસે રૂપિયા પડાવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે પોલીસને પાંચ દિવસની રિમાન્ડ આપી છે. પોલીસ અનુસાર, યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના રૂપિયા પડાવનાર આ ઠગ વ્યક્તિ સાથે પૂછપરછ કરવામાં આવશે.

નામ બદલી ઠગતો હતો

વડોદરા પોલીસને મેટ્રીમોનિયલ સાઇટ દ્વારા ઠગી કરવાની અમુક ફરિયાદો મળી હતી. પોલીસની સાઈબર ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આની તપાસ કરી તો એક પ્રકારના મોડ્સ ઓપરેંડી સામે આવ્યા. ત્યાર પછી પોલીસે ધ્યાનથી તપાસ કરી તો તેમને રોહિત સિંહ નામના યુવક વિશે જાણ થઇ. ક્રાઈમ બ્રાન્ચના ACP હાર્દિક માકડિયા પ્રમાણે, આરોપીનું નામ રોહિત સિંહ છે. તેણે ગુજરાત નહીં બલ્કે આખા દેશની 100થી વધારે યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે. પ્રેમમાં દગો થયા પછી આરોપીને યુવતીઓથી નફરત થઇ ગઇ હતી. તે પાછલા 8 વર્ષોથી યુવતીઓને બ્લેકમેલ કરી દગો આપી રહ્યો હતો.

આરોપીએ લાખો રૂપિયાની કમાણી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તે નામ બદલીને પોતાની પ્રોફાઇલ બનાવતો હતો. જેમાં પોતાને જજ, ડૉક્ટર, એન્જિનિયર અને બિઝનેસમેન બતાવતો હતો. યુવતીઓને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા પર મોંઘી કારો સાથેની તસવીરો પોસ્ટ કરતો હતો. ત્યાર પછી યુવતીઓ સાથે સંપર્ક બનાવી તેમની પ્રાઈવેટ તસવીરો લઇ તેમને બ્લેકમેલ કરતો હતો. વડોદરા પોલીસે આ વ્યક્તિની ભોપાલથી ધરપકડ કરી છે.

ACP હાર્દિક માકડિયાએ કહ્યું કે, આરોપી રોહિત પોતાને સોશિયલ મીડિયા પર બિઝનેસમેન ગણવાતો હતો. તો કોઇ કોઇને તે પોતાનો પરિચય જજ અને અધિકારીના રૂપમાં આપતો હતો. થોડા દિવસ પહેલા વડોદરા પોલીસમાં એક મહિલાએ લાખો રૂપિયાની ઠગાઇનો કેસ દાખલ કરાવ્યો હતો. દોસ્તી અને પ્રેમજાળમાં ફસાવી તે મહિલાઓની અમુક અંગત તસવીરો મગાવતો હતો. આ તસવીરો દ્વારા તે પીડિતાઓને બ્લેકમેલ કરતો અને પૈસાની માગણી કરતો. હાલમાં પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ તેનો ગુનો કબૂલ કરી લીધો છે. આની પાછળ તેણે પ્રેમમાં દગો મળવાનું કારણ આપ્યું છે. પોલીસ અનુસાર, આરોપી રોહિત સિંહ એક યુવતીને પ્રેમ કરતો હતો. આ દરમિયાન તેણે યુવતી પાછળ દોઢ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પણ પછી યુવતીએ કોઇ વાતથી નારાજ થઇ તેને છોડી દીધો. આ વાતથી રોહિત નારાજ થયો અને તેણે બદલાની ભાવનામાં યુવતીઓને દગો આપી તેમને લૂટવાનું શરૂ કરી દીધું. પોલીસ અનુસાર, આરોપી ભણેલો છે અને ટેકસેવી પણ છે. આનો ફાયદો ઉઠાવતા તેણે મેટ્રોમોનિયલ સાઇટથી યુવતીઓના સંબંધમાં જાણકારીઓ ભેગી કરી તેમની સાથે મિત્રતા કરી તેમને પ્રેમમાં ફસાવતો હતો. ત્યાર બાદ ડરાવી ધમકાવીને તેમની પાસેથી પૈસાની માગણી કરી તેમને લૂટી લેતો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.