- Gujarat
- ચેલેન્જ સ્વીકારી ફીટનેસ પુરવાર કરતા ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી
ચેલેન્જ સ્વીકારી ફીટનેસ પુરવાર કરતા ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી
કેન્દ્રીય સ્પોર્ટસ મિનિસ્ટર રાજ્યવર્ધન રાઠોડ દ્વારા હમ ફીટ તો ઈન્ડીયા ફીટ નામની ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. આ ચેલેન્જના અનુસંધાને જુદી-જુદી રીતે ફીટનેસ પુરવાર કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ પણ આ ચેલેન્જ ઉપાડી પોતાની ફીટનેસને પ્રુવ કરી બતાવી છે.
જીતુ વાઘાણી ફેસબુક પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જીતુ વાઘાણી દોડતા, વોક કરતા અને કસરત કરતા જણાય છે. વીડિયો શેર કરવાની સાથે તેમણે લખ્યું છે કે વડાપ્રધાન મોદીની કલ્પનાના સ્વસ્થ ભારતને પ્રોત્સાહિત કરવા માટે સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન રાઠોડે અનોખી પહેલ કરી છે. દેશવાસીઓને ફીટનેસ માટે જાગૃત રહેવા માટે આવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફીટનેસ ચેલેન્જને આગળ વધારીએ અને ફીટ રહેવા માટે પ્રયત્નશીલ રહીએ.
જુઓ ફીટ રહેવા માટે જીતુ વાઘાણીએ શું કર્યું? જુઓ વીડિયો...
#HumFitTohIndiaFit ?? लोकप्रिय आदरणीय प्रधानमंत्री श्री Narendra Modiजी के 'स्वस्थ भारत' की कल्पना के स्वप्न को बल देने हेतु खेल मंत्री श्री Rajyavardhan Rathoreजी की यह एक प्रभावशाली व अनूठी पहल है, देशवासियों को फिटनेस के प्रति जागरूक करने की। मैं स्वस्थ रहने के लिये कुछ इस तरह से प्रयास करता हूँ। आप भी ये फिटनेस चैलेंज लीजिये। अपने #Fitness मंत्र का फोटो या वीडियो #SocialMedia पर पोस्ट कीजिए और दूसरों को भी प्रेरित करते रहिये। मैं इस मुहिम से जुड़ने के लिए BJP Gujarat के सभी साथी कार्यकर्ता मित्रों को #FitnessChallenge ? देता हूँ, कि वे इसे स्वीकार करें और अनेकों देशवासियों को प्रेरित करें। #HealthyIndiaFitIndia #HealthyIndia
Posted by Jitu Vaghani on Sunday, June 3, 2018

