LIVE: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો, જાણો કોણ આગળ, કોણ પાછળ

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી હાલમાં પ્રગતિ પર છે. ઉલ્લેખનીય છે કે કુલ 10,005 બેઠકોમાંથી 732 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. શરૂઆતી વલણો જોતા ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે, જોકે કેટલીક જગ્યાએ ગાબડાં પણ જોવા મળ્યા છે.

2027ની વિધાનસભાનો રોડમેપ

આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્તર પૂરતી સીમિત નથી, કારણ કે જે પક્ષ સૌથી વધુ પાલિકા-પંચાયતોમાં જીત મેળવશે, તેના માટે 2027ની વિધાનસભા ચૂંટણીનો માર્ગ વધુ સરળ બનશે. ભાજપ સામે પોતાનું 2021નું પ્રદર્શન ફરી દોહરાવવાનો લક્ષ્યાંક છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આ લડાઈ પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવાનો પડકાર છે.

ભૂતકાળના આંકડા અને પ્રભાવ

વર્ષ 2021માં જ્યારે ભાજપે શાનદાર જીત મેળવી હતી, ત્યારે તેમની પકડ મજબૂત હતી:

100% સાંસદ અને જિલ્લા પંચાયત

93% નગરપાલિકા

86% તાલુકા પંચાયત

61% ધારાસભ્યો

આ મજબૂત પાયાનો સીધો ફાયદો 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જેમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠકો પ્રાપ્ત કરી હતી. તેની સામે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી અને 'આપ'ને 5 બેઠકો મળી હતી.

વર્તમાન સ્થિતિ

છેલ્લા બે વર્ષમાં રાજકીય સમીકરણો પણ બદલાયા છે. કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાતા હવે ભાજપનું સંખ્યાબળ વધીને 161 પર પહોંચ્યું છે. આ સંજોગોમાં આજના પરિણામો આગામી રાજ્ય સ્તરની રાજનીતિ માટે નિર્ણાયક સાબિત થશે.

LIVE અપડેટ...

વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં 1, 5, 9માં ભાજપની જીત

તાલાલાની આકોલવાડી અને આંબળાશ સીટ ઉપર AAPનો વિજય

સુરત મનપામાં અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા પટેલ આગળ

ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ સીટ પર કોંગ્રેસની જીત

ભુજ નગર પાલિકા વોર્ડ નંબર 7માં ભાજપ પેનલ વિજય

સાવલી નગરપાલિકા વોર્ડ 1 અને વોર્ડ 2 ભાજપની પેનલની જીત

સુરતના વોર્ડ નં 19માં કોંગ્રેસ આગળ

અમદાવાદના લઘુમતિ વિસ્તારમાં કોંગ્રેસની પેનલ આગળ

ભુજ નગર પાલિકા વોર્ડ નંબર 7માં ભાજપ પેનલ વિજય

મોરબીમાં હળવદની તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર AAPની જીત

અમદાવાદ મનપાના જોધપુર વોર્ડમાં ભાજપની જીત

ગાંધીનગરની દહેગામ પાલિકાના વોર્ડ નંબર-1માં કોંગ્રેસ વિજેતા

રાજકોટના વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય

વડોદરા મનપાના વોર્ડ 13માં ભાજપની પેનલનો વિજય

ઇટાલિયાના ગઢ ગણાતા વિસાવદરની બરડીયા અને ઠેબર તાલુકા પંચાયત સીટ પર વિજય

રાજકોટના આટકોટમાં AAPના ઉમેદવારની ફક્ત 7 મતથી જીત

નવસારી મહાનગરપાલિકામાં 14 બેઠક પર ભાજપ વિજેતા

સુરત વોર્ડ નંબર 4 કાપોદ્રામાં ભાજપની આખી પેનલ જીતી

AAP ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની સુરત મનપાની ચૂંટણીમાં હાર

1662104861Manoj_Sorathiya

રાજકોટના વોર્ડ 10માં કોંગ્રેસના ઉમેદવાર RJ આભાની હાર

કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘંસારીમાં ભાજપ અને AAP ઉમેદવાર વચ્ચે ટાઇ થતા બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી ઉછાળાઈ જેમાં AAP ઉમેદવાર યશવંતસિંહ રાયજાદાની જીત

સુરતમાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, વોર્ડ નંબર-12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાની જીત

1671025002bhupat_bhayani_1

AAPની ટિકિટ પર વિસાવદરમાં ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાઈને જિલ્લા પંચાયતની ચૂંટણી લડનાર ભૂપત ભાયાણીની હાર

રાજુ કરપડાનો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પર 2533 મતે વિજય થયો

કચ્છમાં ઓવૈસીની એન્ટ્રી, ભુજ પાલિકામાં વોર્ડ નં-1ની 3 બેઠક પર  AIMIMના ઉમેદવારની જીતી

સુરતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો  વચ્ચે બબાલ, કોંગ્રેસમાંથી અસલમ સાયકલવાલાનો પુત્ર હારી જતા ઘર્ષણ થયું

કેશોદ નગર પાલિકામાં 33 પર ભાજપનો અને 3 બેઠક પર કોંગ્રેસનો વિજય

બગસરા તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 9 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ

ગોંડલ નગરપાલિકામાં તમામ 44 બેઠકો પર ભાજપનો વિજય

અમદાવાદના બાપુનગર વોર્ડમાં બાપુનગર વોર્ડમાં પેનલ તૂટી,  કોંગ્રેસના બે ઉમેદવારની જીત

કલોલમાં બે જૂથો વચ્ચે મારામારી, 4 લોકો ઈજાગ્રસ્ત, વોર્ડ નંબર 2માં વિજય બાદ બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું

સુરત મનપામાં પાયલ સાકરીયાની હાર થઈ

Photo-(2)

સુરતમાં અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત

પોલીસની નોકરી છોડીને રાજકારણમાં આવેલા પૂર્વ IPS મનોજ નિનામાની હાર

માયાભાઈ આહીરની દીકરીની હાર, લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરને કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરે હરાવ્યા

બહુચરાજી નગરપાલિકામાં બંગડીઓ વેચતા ભાજપ મહિલા ઉમેદવાર સંશીબેન કાંગશિયાની જીત

ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના ગઢમાં ગાબડું, ઉમરપાડા તાલુકાની 3 બેઠક પર AAPની જીત

ઉના નગરપાલિકામાં લોક ગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટનો ભવ્ય વિજય

Election-Breaking

મહેસાણા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલ ભાજપની ટિકિટ પર જીતી ગયા

રુડેશ્વર, વાલીયા, ચીકદા, લાલપુર અને બગસરા તાલુકા પંચાયતમાં AAPનો કબજો

About The Author

Top News

2019માં સરકારી અધિકારી પર કાદવ ફેકનારા BJP નેતા અને મંત્રી નિતેશ રાણેને 1 મહિનાની સજા, પણ જેલ નહીં જાય

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેને 2019ની 'કાદવ ઘટના'ના સંદર્ભમાં સિંધુદુર્ગની એક અદાલતે દોષિત...
Politics 
2019માં સરકારી અધિકારી પર કાદવ ફેકનારા BJP નેતા અને મંત્રી નિતેશ રાણેને 1 મહિનાની સજા, પણ જેલ નહીં જાય

LIVE: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો, જાણો કોણ આગળ, કોણ પાછળ

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત...
Gujarat 
LIVE: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો, જાણો કોણ આગળ, કોણ પાછળ

જો NOTAમાં સૌથી વધુ મત આવે તો કોણ જીતે? જાણો ચૂંટણી પંચના નિયમો

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. વિવિધ પક્ષોના ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં છે, પરંતુ મતદાનના દિવસે...
Politics 
જો NOTAમાં સૌથી વધુ મત આવે તો કોણ જીતે? જાણો ચૂંટણી પંચના નિયમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભારે મતદાન બાદ, ભાજપે પોતાનું સંપૂર્ણ તાકત પ્રચારમાં લગાવી દીધી છે. બીજા તબક્કાના...
Politics 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.