આગામી 5 દિવસ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, ક્યાં પડશે વરસાદ

અત્યારે બરાબર વરસાદી માહોલ જામ્યો છે. નદી-નાળા છલોછલ ભરાયા છે અને હવે ઉફાન પર છે. ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો ઘણો વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. એવામાં રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ આગાહી વચ્ચે ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. નવસારીમાં પણ ભારે તબાહીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. એવામાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તેને લઇને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત પર ઓફ શોર ટ્રફ બનેલું છે. સાથે જ 18 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર શિયર ઝોન પેટર્ન છે. જ્યારે ગુજરાત પર કોઇ સાયક્લોનિક સર્ક્યૂલેશન નથી. 27 જુલાઇએ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું યલ્લો એલર્ટ છે. જ્યારે રાજ્યના બીજા જિલ્લામાં વરસાદનું કોઇ એલર્ટ નથી.

28 જુલાઇએ વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, ખેડા, ગાંધીનગર, સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ છે. 29 જુલાઇએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબંરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં યલ્લો એલર્ટ છે.

30 જુલાઇએ નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ છે. જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ નથી. 31મી તારીખે પણ નવસારી અને વલસાડમાં જ વરસાદનું યલ્લો એલર્ટ છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો, ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 54.46 ટકા વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો ઉત્તર ગુજરાતમાં સીઝનનો સૌથી ઓછો 29.55 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.05 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 33.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના કારણે રાજ્યના 206માંથી 74 જળાશયો હાઇએલર્ટ પર છે. તો 90 ટકાથી વધુ ભરાયેલા 52 ડેમ હાઇએલર્ટ પર છે તો 80-90 ટકા ભરાયેલા 9 ડેમ એલર્ટ પર છે. તો 70-80 ટકા ભરાયેલા 13 ડેમ વોર્નિંગ પર  છે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.