2000 કરોડ રૂપિયાના GST કૌભાંડમાં ગુજરાતના મોટા અધિકારીઓ પણ સંડોવાયેલા છે

ગુજરાતમાં  2000 કરોડ રૂપિયાના GST કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પત્રકાર મહેશ લાંગાની પુછપરછ કરી તેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ કૌભાંડમાં ગુજરાતના 3 IAS અધિકારીઓ સહિત કુલ 15 અધિકારીઓ સામેલ હોવાનું લાંગાએ કહ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ ગાંધીનગરમાં નાણા વિભાગમાં ફરજ બજાવતા અને GST અધિકારીઓના નામ પણ કૌભાંડમાં સામેલ છે. મહેશ લાંગાના પરિવારને લઇને ગાંધીનગર સચિવાલયમાં ફરતા પત્રકારો અને વચેટીયાઓ નામ પણ બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ માસ્ટર માઇન્ડ પત્રકાર મહેશ લાંગા હોવાનું કહેવાય છે.

સેન્ટ્રલ GST વિભાગે સૌપ્રથમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી એ પછી રાજકોટ પોલીસ દ્રારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. કૌભાંડ મોટું હોવાનું જણાતા EDની એન્ટ્રી થઇ હતી.

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.