જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, પરીક્ષા કેન્દ્ર પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે નટરાજ ભાગવત નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાવવામાં આવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 3(5) સાથે 115(2), 299, 351(1) અને 352 હેઠળ FIR નોંધવામાં આવી હતી.

Exam
kce.ac.in

 

અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે જેથી એ જાણકારી મળી શકે કે કઈ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રતિકો હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ. એમ.સી સુધાકરે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને પુષ્ટિ કરી કે બિદરના એક પરીક્ષા કેન્દ્રમાંથી પણ આવી જ ફરિયાદો મળી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે રાજ્યભરના મોટાભાગના અન્ય કેન્દ્રો પર પરીક્ષા પ્રક્રિયા સૂચરું રૂપે થઈ હતી. તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એ માત્ર શિવમોગામાં જ નહીં, બિદરમાં પણ એવું થયું. 2 કેન્દ્રોને છોડીને બાકી બધી જગ્યાઓ પર જ પ્રક્રિયા સૂચરું રૂપે ચાલી. કોઈપણ ગેજેટ્સ તપાસ અથવા તપાસ માટે જવાબદાર લોકો કે અહીં સુધી કે જે પણ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું, તેમને ક્યારેય આવી વસ્તુઓ તપાસવા કે હટાવવા કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા નહોતા. પરીક્ષામાં લખવા માટે તેની તપાસ કરવાનો કે તેને હટાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. અમે બધા ધર્મો, તેમની માન્યતાઓ અને તેમના કાર્યોનું સન્માન કરીએ છીએ. અમે તેને સ્વીકાર નહીં કરી શકીએ.'

શું છે મામલો?

વાસ્તવમાં, 16 એપ્રિલના રોજ આદિચુંચનગિરી ઇન્ડિપેન્ડન્ટ પી.યુ. કૉલેજમાં બનેલી આ ઘટના બાદ, શહેરના બ્રાહ્મણ સમુદાયના સભ્યો અને પોલીસ વચ્ચે બહેસ થઈ ગઈ હતી. ત્યારબાદ, સમુદાયના લોકોએ સંબંધિત સુરક્ષા ગાર્ડ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. બ્રાહ્મણ સમુદાયે શિવમોગાના DCને પણ ફરિયાદ કરી અને લખ્યું કે, ‘આ ખૂબ જ નિંદનિય છે કે કેન્દ્રના અધિકારીઓએ દ્વારા આવું અપમાનજનક કામ કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્ર દીક્ષા લીધી હતી, જે આત્મ-જાગૃકતા માટે એક આધ્યાત્મિક વ્રત છે, તેમને પોતાના પવિત્ર દોરાને ઉતારવા મજબૂર કરવામાં આવ્યા.

karnataka
aajtak.in

તો બિદરના સાંઈ સ્ફૂર્તિ કૉલેજ પરીક્ષા કેન્દ્રમાંથી રિપોર્ટ કરવામાં આવેલી બીજી ઘટનામાં, ચૌબારાના રહેવાસી સુચિવ્રત કુલકર્ણી નામના એક વિદ્યાર્થીને કથિત રીતે CET ગણિતની પરીક્ષામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કેમ કે તેણે જનોઈ પહેરી હતી.

વિદ્યાર્થીના પરિવાર અને સમુદાયના સભ્યોની ફરિયાદો અનુસાર, પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓએ કુલકર્ણીને અયોગ્ય ઠેરવવા માટે પોશાકનો સંદર્ભ આપતા પેપર લખવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની દેખરેખ રાખનાર કર્ણાટક પરીક્ષા ઓથોરીટી (KEA)એ અત્યાર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.