- National
- ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો જોઈને ફસાઈ ન જતા! ક્લિક કર્યું તો સમજી જજો તમારા પૈસા ગયા
ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો જોઈને ફસાઈ ન જતા! ક્લિક કર્યું તો સમજી જજો તમારા પૈસા ગયા

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે, પરંતુ ભારતમાં તેમના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. હેરાનીની વાત એ છે કે AIથી તૈયાર કરવામાં આવેલા વીડિયોના ચક્કરમાં 150-200 લોકોના મહેનતના પૈસા ડૂબી ગયા છે. કર્ણાટકમાં હવે પોલીસે આખી કહાની બતાવી દીધી છે. ઓનલાઈન છેતરપિંડી કરનારી ગેંગે ‘ડોનાલ્ડ ટ્રમ્પ રેન્ટલ એપ’ બનાવી હતી, જેની લિંક પર તેઓ ક્લિક કરવાનું કહેતા હતા. એપ ડાઉનલોડ થયા બાદ, તેઓ લોકોને રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કરતા હતા. ત્યારાબાદ તેઓ એક-એક કરીને લોકોને ફસાવી લેતા હતા.

હા, રજીસ્ટ્રેશનના નામ પર કેટલીક રકમ જમા કરાવતા હતા. પછી ફોટા અને AI વીડિયોની મદદથી લોકોને આશ્વસ્ત કરતા હતા કે બધું બરાબર ચાલી રહ્યું છે. ત્યારબાદ, મોટી રકમ જમા કરાવી લેતા હતા. જ્યા સુધી લોકોને ખ્યાલ આવતો કે તેઓ ફસાઈ ચૂક્યા છે, તો આ ફ્રોડ ગેંગ રફુચક્કર થઈ જતી હતી. કર્ણાટકના હાવેરીમાં, પીડિતોના 6 લાખ રૂપિયા સુધી ડૂબ્યા છે. SP અંશુ કુમારે જણાવ્યું કે, પીડિતોની સંખ્યા વધારે છે. પોલીસે તમામ પીડિતોને સામે આવવા અને પોતાની નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું છે.
હકીકતમાં, AI વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરામાં નકલી ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓનું પ્રમોશન કરવામાં આવે છે. ભોળા લોકોને લાગશે હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ યોજના આપણાં માટે લઈને આવ્યા છે. કેટલાક લોકોએ જણાવ્યું કે, ટ્રમ્પ હોટેલ રેન્ટલ પ્રોગ્રામના નામ પર જબરદસ્ત રિટર્ન મળવાની વાત કહેવામાં આવી હતી. કેટલાક લોકોને ઘરથી કામ કરવાના નામે મોટી રકમ મળવાની વાત કહેવામા આવી. બેંગ્લોર, ટુમકુર, મેંગલુરુ, હાવેરી સહિત ઘણા શહેરોમાંથી પીડિતો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરીને, લોકોને મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આકર્ષિત કરવામાં આવ્યા.

એક 38 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે તેની પાસે જાન્યુઆરીમાં આ વીડિયો આવ્યો હતો. ટ્રમ્પ હોટેલ્સના નામે રોકાણની વાત કહેવામાં આવી. જેવુ જ ક્લિક કર્યું, એક ફોર્મ આવ્યું અને તેમાં બેન્કની વિગતો ભરવામાં આવી. શરૂઆતમાં, તેણે 1500 રૂપિયા જમા કર્યા અને તેને દરરોજના હિસાબે 30 રૂપિયા મળવા પણ લાગ્યા. તેને 300 રૂપિયા થવા પર કાઢી શકાતા હતા. ટાસ્ક પૂર્ણ થયા બાદ વળતર વધી રહ્યું હતું, તો લોકોને લાગ્યું કે બધું બરાબર છે. શરૂઆતમાં ઓછું વળતર મળ્યું તો લોકો વધુ રોકાણ કરવા દોડી પડ્યા. ત્યારબાદ, મોટી રકમ જમા કરાવી દીધી, તો રિટર્ન પર ટેક્સ માગવામાં આવ્યો, પછી પૈસા ક્યારેય ન આવ્યા.