મહારાષ્ટ્રમાં 'થ્રી લેંગ્વેજ' પોલિસીના વિરોધથી BJP ચિંતિત, જાણો પાર્ટી શેનાથી ડરે છે?

દક્ષિણમાં હિન્દીનો વિરોધ થઈ રહ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે, પણ હવે મહારાષ્ટ્રમાં પણ આ જોવા મળી રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે રાજ્યમાં થ્રી લેંગ્વેજ પોલિસીના અમલને મંજૂરી આપી, ત્યારે વિરોધ પક્ષોએ તેને રાજ્યની સરકારી શાળાઓમાં હિન્દી લાદવાનું પગલું ગણાવ્યું.

આવા પક્ષોમાં શિવસેના (UBT), કોંગ્રેસ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને પ્રાદેશિક પક્ષોનો સમાવેશ થાય છે. થ્રી લેંગ્વેજ પોલિસી હેઠળ, ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી છે.

આ મામલો BJP માટે ચિંતાજનક છે પણ શા માટે, ચાલો અમે તમને જણાવી દઈએ...

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મુદ્દો જોર પકડી રહ્યો છે. મુંબઈ એક એવું શહેર છે જ્યાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી ચર્ચા ચાલી રહી છે અને આવી સ્થિતિમાં, થ્રી લેંગ્વેજ પોલિસીને મંજૂરી આપવા પર તણાવ વધી શકે છે.

Three Language Policy
livehindustan.com

BJP આ મુદ્દા પર ખૂબ જ સાવધ છે, કારણ કે પાર્ટીને ડર છે કે મહારાષ્ટ્રમાં તેને મરાઠી વિરોધી ભાષા તરીકે જોવામાં આવશે.

1950ના દાયકાના મધ્યમાં, મુંબઈ પ્રાંતમાં અલગ મરાઠી ભાષી રાજ્ય માટે ચળવળ શરૂ થઈ. તેની શરૂઆત 'સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ' દ્વારા કરવામાં આવી હતી. તે સમયે, મુંબઈ પ્રાંતમાં હાલના ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ કર્ણાટકના કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ થતો હતો.

આ પછી મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની બન્યું. જ્યારે બાલ ઠાકરેએ શિવસેનાની રચના કરી, ત્યારે તેમણે દક્ષિણ ભારતીયો અને ગુજરાતીઓના વર્ચસ્વ સામે 'મરાઠી માણસો'નું રક્ષણ કરવાનો નારા આપ્યો. પાછળથી, શિવસેના પણ દક્ષિણ અને ઉત્તર ભારતીયો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગી.

મહારાષ્ટ્રમાં પોતાની સરકાર દરમિયાન, શિવસેનાએ દુકાનોમાં મરાઠી નામપટ્ટી ફરજિયાત બનાવી દીધી હતી અને બેંકો અને સરકારી કચેરીઓમાં પણ મરાઠી ફરજિયાત બનાવી હતી.

Three Language Policy
divyahindi.com

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીના એક નિવેદનને કારણે વિવાદ થયો હતો. સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, 'મુંબઈની કોઈ એક ભાષા નથી' અને 'મુંબઈ આવતા લોકોને મરાઠી શીખવાની જરૂર નથી.' ત્યારે મહાવિકાસ આઘાડીના પક્ષોએ આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં થ્રી લેંગ્વેજ પોલિસીનો વિરોધ પક્ષોએ જે રીતે જોરદાર વિરોધ કર્યો છે, તે જોતાં એવું લાગે છે કે જો આ વિવાદ વધશે તો તે BJP માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પાર્ટી આ મુદ્દે સાવધ રહી હોવા છતાં, CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે 'મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિને મરાઠી આવડવી જોઈએ', તેમણે એમ પણ ઉમેર્યું કે, 'હિન્દી એક અનુકૂળ ભાષા બની ગઈ છે. તે શીખવી ફાયદાકારક છે.'

About The Author

Related Posts

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.