હોંગકોંગમાં મહાત્મા બુદ્ધના અવશેષોની હરાજી રોકવા માટે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે સખત, મોકલી નોટિસ

મહાત્મા બુદ્ધના અવશેષોની હોંગકોંગમાં થનારી હરાજીએ ભારત સહિત વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓને નારાજ કરી દીધા છે. કેન્દ્ર સરકારે 7 મેના રોજ થનારી આ હરાજી અટકાવવાની તૈયારી કરી લીધી છે. તેને લઇને, દેશના સંસ્કૃતિ મંત્રાલયે હરાજી રોકવા માટે કડક પગલાં ઉઠાવ્યા છે. મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે સરકારે કાયદાનો સહારો લીધો છે. આ હરાજી હોંગકોંગના સોથેબીમાં થવાની હતી, જેને લઇને કાયદાકીય નોટિસ જાહેર કરવામાં આવી છે.

Buddhist2
royaloakindia.com

 

માહિતી અનુસાર, પિપરહવા સ્તૂપના ખોદકામ દરમિયાન હાડકાના ટુકડા, ઐતિહાસિક પથ્થરો, ક્રિસ્ટલ કૉસ્કેટ, સેન્ડસ્ટોન લોફર્સ અને સોનાના ઘરેણા મળ્યા હતા. વર્ષ 1898માં વિલિયમ ક્લેક્સટને ખોદકામ દરમિયાન કાઢ્યા હતા. ખોદકામમાં મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત એક કાસ્કેટ પર બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ મળ્યો હતો, જેને શાક્ય કબિલાએ જમા કર્યો હતો.

Buddhist1
ndtv.in

 

આ ખોદકામમાંથી મળેલા કેટલાક અવશેષો 1899માં ભારતીય સંગ્રહાલય, કોલકાતામાં મોકલી દેવામાં આવ્યા હતા. AA પુરાતાત્વિક વારસામાં સામેલ હોવાને કારણે, તેનું વેચાણ પ્રતિબંધિત છે. આ કારણે, મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે હોંગકોંગના સોથેબીને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. આ મુદ્દા પર, સંસ્કૃતિ મંત્રાલયે હરાજીમાંથી અવશેષોને તાત્કાલિક પરત લેવા માટે સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.

મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલા 1800 પ્રકારનું સોનું, નીલમ અને કિંમતી પથ્થરોની હરાજી 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં કરવાની તૈયારી છે. બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલા ઘણા સંગઠનોએ કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને હરાજી રોકવાની માગ કરી હતી.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.