અમદાવાદમાં 148મી રથયાત્રાની તૈયારીઓ પૂર જોશમાં: પ્રથમવાર AI આધારિત ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ સિસ્ટમનો ઉપયોગ

અમદાવાદમાં 27 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સલામત રીતે પાર પાડી શકાય એ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહવિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

lokayukta-Raid
indiatv.in

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ

મુખ્યમંત્રીએ રથયાત્રાના 16 કિ.મી. લાંબા રૂટ પર કાયદો વ્યવસ્થાની અને ભીડ નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે પ્રથમવાર રથયાત્રામાં AI આધારિત ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ સિસ્ટમનો ઉપયોગ થવાનો છે, જેનું પ્રેઝન્ટેશન પણ બેઠકમાં રજુ કરવામાં આવી.

AIના સહારે ભીડવાળા વિસ્તારોમાં તરત ચેતવણી મળી શકશે અને પોલીસ તંત્ર ભીડને નિયંત્રિત કરી શકશે. તાત્કાલિક આગ લાગવાની ઘટનાઓ માટે પણ AI આધારીત ફાયર એલર્ટ ફીચર દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકશે.

Rath-Yatra1
newsonair.gov.in

23,000થી વધુ જવાનો ફરજ પર

આ વર્ષે રથયાત્રા દરમિયાન કુલ 23,884થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે, જેમાં SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. રથયાત્રામાં સામેલ રથો, અખાડાઓ, ભજન મંડળીઓ અને મહંતો માટે વિશિષ્ટ મૂવિંગ બંદોબસ્ત હેઠળ 4,500 જેટલા પોલીસકર્મીઓ નિમાવાશે.

ટ્રાફિક અને મોનિટરિંગ માટે વિશેષ બંદોબસ્ત

ટ્રાફિક વ્યવસ્થાને સરળ રાખવા માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1,000થી વધુ જવાનો કાર્યરત રહેશે. 227 CCTV કેમેરા, 41 ડ્રોન, 2,872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 23 ક્રેન પણ ટ્રાફિકમાં અવરોધ થવા પામે તો તરત હટાવવા માટે તૈનાત રહેશે.

સજ્જ તંત્ર, શાંતિપૂર્ણ રથયાત્રાની કલ્પના

આ તમામ વ્યવસ્થાઓના પગલે પોલીસ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. સરકારે રથયાત્રાને વિઘ્નવિહોણી રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે અને સમગ્ર તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

 

 

 

 

Top News

મંત્રી પ્રતિભા શુક્લા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા, જનતાનું શું થતું હશે?

ઉત્તર પ્રદેશમાં કાનપુરના અકબરપુર પોલીસ સ્ટેશનમાં ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે રાજ્ય સરકારના મહિલા કલ્યાણ મંત્રી પ્રતિભા શુક્લા પોતે...
National  Politics 
મંત્રી પ્રતિભા શુક્લા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા, જનતાનું શું થતું હશે?

AM/NS Indiaએ CSIR-CRRIની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની

હજીરા- સુરત, જુલાઈ 25, 2025 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) –...
Gujarat 
AM/NS Indiaએ CSIR-CRRIની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની

સુરતના બીલીપત્ર જ્વેલ્સે લોન્ચ કર્યું તેનું અનોખું જેમ્સસ્ટોન કલેક્શન ‘રિવાયત’

ડાયમંડના કેન્દ્રમાં - તેની અદભુત જ્વેલરી માટે જાણીતા બીલીપત્ર જ્વેલ્સે રિવાયત નામનું એક અદભુત નવું જેમ્સસ્ટોન કલેક્શન રજૂ કર્યું છે....
Lifestyle 
સુરતના બીલીપત્ર જ્વેલ્સે લોન્ચ કર્યું તેનું અનોખું જેમ્સસ્ટોન કલેક્શન ‘રિવાયત’

રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'

કોંગ્રેસ પાર્ટીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં OBC ભાગીદારી મહા સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના CM ...
National 
રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.