ગુજરાતમાં આમ તો ચોમાસાની વિદાય થઇ ગઇ છે, પરંતુ હજુ કેટલીક સીસ્ટમ સક્રીય હોવાને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સીસ્ટમને કારણે ગુજરાતમાં આગીમી 7 દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ધમાં બનેલું ડિપ્રેશન મધ્ય અરબી સમુદ્ધ તરફ આગળ વધવાની શક્યતા છે.
2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. 25 અને 26 ઓકટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 4 દિવસ સુધી તાપમાનમાં કોઇ ફેર નહીં પડે, પરંતુ 2 દિવસ પછી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.