- Gujarat
- વસંત ગજેરાને બચાવી લેતા સાંસદો હવે ફોન ઉપાડતા નથી, શું વિદેશ ભાગી જશે?
વસંત ગજેરાને બચાવી લેતા સાંસદો હવે ફોન ઉપાડતા નથી, શું વિદેશ ભાગી જશે?
જમીન કેસોમાં કૌભાંડો કરવા માટે કુખ્યાત હીરા ઉદ્યોગપતિ વસંત ગજેરા આ વખતે ખુબ મુશ્કેલીમાં ફસાયા હોય તેમ લાગે છે. પહેલા ઇન્કમટેક્સના મહાદરોડા પછી હાઇકોર્ટમાંથી એક જમીન કેસમાં એફઆઇઆર નોંધવાનો આદેશ. કહેવાય છે કે તેમની નજીકના સાંસદોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે. કદાચ તેઓ વિદેશ ભાગી જાય તો નવાઇ નહીં.
વસંત ગજેરા જેવા પાત્રો દુનિયામાં ખૂબ ઓછા મળશે. તેઓ આમ તો ખૂબ સમાજસેવા કરે છે. ખૂબ સારો હીરા અને બાંધકામનો વેપાર કરે છે પરંતુ તેમની એક મોટી ખાસિયત એ છે કે તેમને હવે કોઇ લોકલાજ રહી નથી. પોલીસ સ્ટેશનમાં સ્લેટ પકડાવીને ફોટો પડાવવામાં આવે તો હસતા હસતા પડાવી શકે છે. તેમની સામે મીડિયા લખે તે તેઓ કહી શકે છે કે તે તો તેમનું કામ કરે. તેઓ શર્મનિરપેક્ષ બની ગયા છે. કદાચ તેમણે વિશ્વાસ છે કે એમની પાસે જે રૂપિયા છે તેનાથી તેઓ બધુ મેનેજ કરી શકે છે. હાલ સુધી કરતા પણ આવ્યા છે. પરંતુ આ વખતે કંઇક જુદી પરિસ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે તેમને ડર લાગી રહ્યો હોવાનું તેમની નજીકના સૂત્રો કહી રહ્યા છે.
ઢાલ બનીને ઊભા રહેતા સાંસદો ફોન ઉઠાવતા નથી
સૂત્રો જણાવે છે કે હાલ સુધી તેમની નજીક બે સાંસદો હતા. જ્યારે કોઇ કેસમાં ફંસાય તો આ સાંસદો મેનેજ કરી આપતા હતા. પરંતુ આ વખતે વસંત ગજેરા પર જે રીતે દરોડા પડ્યા છે તે જોતાં સાંસદો હાલ ફોન ઉપાડતા નથી. ઉલ્લેખનીય છે કે પ્રવીણ ભૂત નામના બિલ્ડરે વડાપ્રધાન કાર્યાલયમાં કરેલી ફરિયાદ બાદ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. એટલે સીધી વડાપ્રધાનની સૂચનાથી દરોડા પડ્યા હોય ત્યારે કોઇ સાંસદ કે મંત્રી વચ્ચે ન પડે તે સ્વાભાવિક છે. એટલે હાલ ગજેરાના બચાવના રસ્તાઓ ખૂટી રહ્યા છે. હાલ જે જમીન કેસમાં હાઇકોર્ટમાંથી એફઆઇઆર નોંધવાનો આદેશ છે તેમાં પણ તેઓ સુપ્રીમમાં જાય તો પણ રીલીફ મળે તેવી શક્યતા ઓછી હોવાનું જાણકારો કહે છે. તો હવે શું કરશે?

રાજકારણી એવા ભાઇ ધીરૂ ગજેરાએ જાહેરમાં ખુલાસો કર્યો
ગજેરા બંધુઓના કૌભાંડો અને વિવાદો નવા નથી. તેઓ હમેશા વિવાદોમાં રહ્યા છે. પરંતુ તેમના પૂર્વ ધારાસભ્ય ભાઇ ધીરૂ ગજેરાએ ક્યારે પણ જાહેરમાં આવી ને ખુલાસા કર્યા હોય તેવું નથી. આ વખતે ધીરૂભાઇ ગજેરાએ મીડિયાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે તેમના ભાઇઓ અને તેમની વચ્ચે કોઇ વેપારી વહેવાર નથી. એટલે એકબીજાને સાંકળવું યોગ્ય નથી. વસંત ગજેરા અને ચુની ગજેરા તેમના ભાઇઓ છે પરંતુ તેમના રાજકારણ સાથે તેમને કોઇ સંબંધ રહ્યો નથી અને આજે પણ નથી. આમ, પહેલીવાર ધીરૂ ગજેરાએને પણ કદાચ ગંધ આવી ગઇ હશે કે આ વખતે મામલો ગંભીર છે.
સમાજે સેવાના ઓથા હેઠળ કાળા કામો
ગજેરા બંધુઓના કાળા કારનામા જ્યારે પણ બહાર આવે છે ત્યારે ઘણા લોકો તેમના બચાવમાં ઉતરી આવે છે. તેઓ કહે છે કે તેઓ તો સમાજ સેવા કરે છે. ઘણાબધા અનાથ બાળકોને સાચવે છે. તેમની સામે મીડિયા કિન્નાખોરી રાખે છે. પરંતુ તેમના ટીકાકારો કહે છે કે તેઓ જે પણ સમાજસેવા કરે છે તે તેમની જરૂરિયાત છે. તેમની કંપનીએ ફરજિયાતપણે તે કરવું પડે તેમ છે. તેઓ જે શાળા-કોલેજો ચલાવે છે તેમાં મફતમાં ભણાવતા નથી. તેમાં પૂરેપૂરી ફી લેવામાં આવે છે. એટલે જો કોઇ એવું કહેતું હોય તો તેઓ નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે તો તે ખોટી વાત છે. પરંતુ એકવાત સાચી છે કે જ્યારે તેમની ઉપર કોઇ કેસ આવે છે ત્યારે લોકો સમાજસેવાના નામે તેમના બચાવમાં ઉતરી પડે છે. સમાજસેવા તો ઘણા ગુનેગારો માટે પાયે કરતા હોય છે એટલે તેમનો ગુનો ધોવાઇ જતો નથી. હજારો કરોડના કૌભાંડો કરીને એક બે કરોડ સમાજસેવામાં વાપરી નાંખો અને પછી લોકોની નજરમાં રોબિનહૂડ બની જાઓ. આવી મોડસ ઓપરેન્ડી છે.

શું મેહૂલ ચોકસીની જેમ વિદેશ ભાગી જશે?
વસંત ગજેરા અને બીજા ભાઇઓનું નામ મેહુલ ચોકસીના રૂ. 9000 કરોડના કૌભાંડમાં છે. મેહુલ ચોકસી પણ વિદેશ ભાગી ગયો છે. શું અહીં બચાવના બધા જ રસ્તા બંધ થઇ જતા ગજેરા બંધુઓ વિદેશ ભાગી જશે. સંદેશ અખબારના એક અહેવાલમાં જણાવાયું છે કે ગજેરા બંધુઓ હાલ ભૂગર્ભમાં છે અને કદાચ વિદેશ ભાગી જાય તો નવાઇ નહીં.

