ખાતરને તો છોડી દો... SOGએ અમરેલીમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી

અમરેલીમાં SOGએ નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. એ નકલી કંપનીનું નામ નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ છે, જે અમરેલીના મોટા કડિયા અને પીપલક રોડ પર આવેલી છે. SOG નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામ નકલી ખાતર બનાવતી કંપનીમાંથી નબળી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 કિલોની 502 બેગ (કિંમત 4,46,900 રૂપિયા), POLYHALITE IPL ખાતર ભરેલી 25 કિલોની 720 બેગ (કિંમત 6,84,000 રૂપિયા) જપ્ત કરવામાં આવી હતી. ફેક્ટરીમાંથી સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી 5600 ખાલી પ્લાસ્ટિક બેગ (કિંમત 14,000 રૂપિયા) અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી 3 મશીનરી (કિંમત 5,00,000 રૂપિયા) સહિત કુલ મળીને કુલ 16,74,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Fake Fertilizer
sandesh.com

અમરેલી જિલ્લાના ફર્ટિલાઈઝર અધિકારી પિનલ ખૂંટને નકલી ખાતરની ફેક્ટરી બાબતે જાણ થતા તેમણે SOGને જાણ કરી હતી. ત્યારબાદ સંયુક્ત રેડ કરવામાં આવી હતી અને તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પિનલ ખૂંટેએ આ બાબતની ફરિયાદ ફેક્ટરી માલિક ભરત ધાનાણી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી અમરેલીના SP સંજય ખરાતે આપી હતી.

Fake Fertilizer
divyabhaskar.co.in

આ કાર્યવાહી અગાઉ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. એક મહિના અગાઉ બાબરા તાલુકાના ખભાળા ગામ નજીક ફર્ટિલાઇઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી IFCO કંપનીના માર્કાવાળી પ્લાસ્ટિક બેગમાં હલકી ગુણવત્તાવાળું ખાતર વેચવા બદલ આવશ્યક ચીજવસ્તુ ધારો 1955ની કલમ 7 હેઠળ ગુનો નોંધાયો હતો.

Fake Fertilizer
divyabhaskar.co.in

અમરેલી SOGએ અને ખેતીવાડી કચેરીની ટીમે આ બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આ કેસમાં મુખ્ય આરોપી અને લાલાવદરના રહેવાસી ભરત ચીમનભાઈ ધાનાણીની ધરપકડ કરવા અમરેલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરતા નકલી ખાતર બનાવવાની ફેક્ટરીમાં નકલી ખાતરનું ઉત્પાદન કરી વધુ પૈસા કમાવાની લાલચે આ ગેરકાયદેસર કામ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી? ક્યાં-ક્યાં ખાતરનું વેચાણ કરવામાં આવ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

About The Author

Top News

સુઝુકીનું ઇલેક્ટ્રિક સ્કૂટર E-એક્સેસ લોન્ચ, પણ કિંમત એટલી છે કે બે વાર વિચારવું પડે

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ આખરે ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર, E-એક્સેસ લોન્ચ કરી દીધું છે. આ નવા ઇલેક્ટ્રિક...
Tech and Auto 
સુઝુકીનું ઇલેક્ટ્રિક સ્કૂટર E-એક્સેસ લોન્ચ, પણ કિંમત એટલી છે કે બે વાર વિચારવું પડે

ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે આક્રમક થઇ રહ્યા છે તે ગ્રીનલેન્ડ વિશ્વના નકશામાં ક્યાં છે? તેમને કેમ છે આમાં રસ

ડેનમાર્કનું ગ્રીનલેન્ડ આ દિવસોમાં હેડલાઇન્સમાં છવાયેલું છે. તેનું કારણ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગ્રીનલેન્ડ પર 'કબજો' કરવાનું નિવેદન...
World 
ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે આક્રમક થઇ રહ્યા છે તે ગ્રીનલેન્ડ વિશ્વના નકશામાં ક્યાં છે? તેમને કેમ છે આમાં રસ

રણવીરની ‘ધુરંધર’ની કમાણી જોઈને લ્યારીની જનતાએ નિર્માતાઓ પાસે કરી દીધી આ માંગ

આ વાત હવે કોઈથી છુપાયેલી નથી કે ‘ધુરંધર’ પાકિસ્તાનના ‘લ્યારી’માં શહેર થયેલા ગેંગ વૉરથી પ્રેરિત...
Entertainment 
રણવીરની ‘ધુરંધર’ની કમાણી જોઈને લ્યારીની જનતાએ નિર્માતાઓ પાસે કરી દીધી આ માંગ

OnePlusએ 9000mAh બેટરીવાળા ફોન લોન્ચ કર્યો, તમે ચાર્જિંગ કરવાનું ભૂલી જશો!

Onplusએ તેના નવા સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે, જે શક્તિશાળી બેટરી સાથે આવે છે. અમે ચીનમાં લોન્ચ થયેલા ...
Tech and Auto 
OnePlusએ 9000mAh બેટરીવાળા ફોન લોન્ચ કર્યો, તમે ચાર્જિંગ કરવાનું ભૂલી જશો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.