- Tech and Auto
- OnePlusએ 9000mAh બેટરીવાળા ફોન લોન્ચ કર્યો, તમે ચાર્જિંગ કરવાનું ભૂલી જશો!
OnePlusએ 9000mAh બેટરીવાળા ફોન લોન્ચ કર્યો, તમે ચાર્જિંગ કરવાનું ભૂલી જશો!
Onplusએ તેના નવા સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે, જે શક્તિશાળી બેટરી સાથે આવે છે. અમે ચીનમાં લોન્ચ થયેલા OnePlus Turbo 6 અને OnePlus Turbo 6V વિશે વાત કરી રહ્યા છીએ. બંને ફોન 9000mAh બેટરી સાથે આવે છે, જે iPhone 17 શ્રેણી કરતા બે ગણી મોટી છે.
જોકે Apple તેના ફોનની બેટરી ક્ષમતા જાહેર તો નથી કરતું, પરંતુ જેટલી માહિતી ઉપલબ્ધ છે તે મુજબ iPhone 17માં 3,692mAhની બેટરી છે, જ્યારે Pro વેરિઅન્ટમાં 4,252mAhની બેટરી આપવામાં આવી છે.
Turbo 6માં Snapdragon 8s Gen 4 પ્રોસેસર છે, જ્યારે Turbo 6Vમાં Snapdragon 7s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોન IP66+ IP68+ IP69+ IP69K રેટિંગ સાથે આવે છે, જે તેમને પાણી, ધૂળ અને ઉચ્ચ-દબાણવાળા પાણીના જેટ સામે પ્રતિરોધક બનાવે છે. તો ચાલો અમે તમને આ ફોનની કિંમતો અને મુખ્ય સુવિધાઓ વિશે જણાવી દઈએ.
Turbo 6ની શરૂઆત 2,099 યુઆન (આશરે રૂ. 27,000)થી શરુ થાય છે. આ કિંમતમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ શામેલ છે. જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 2,899 યુઆન (આશરે રૂ. 37,000) છે. આ ફોન ત્રણ રંગ વિકલ્પોમાં આવે છે, સિલ્વર, કાળો અને લીલો.
ટર્બો 6Vની વાત કરીએ તો, તે 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે બેઝ વેરિઅન્ટમાં આવે છે, જેની કિંમત 1,699 યુઆન (આશરે રૂ. 21,000) છે. આ ફોન ત્રણ રંગ વિકલ્પોમાં પણ આવે છે: વાદળી, કાળો અને સફેદ.
OnePlus Turbo 6 શ્રેણીમાં 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં Snapdragon 8s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યો છે, જ્યારે 6Vમાં Snapdragon 7s Gen 4 પ્રોસેસર મળે છે. બંને ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત ColorOS 16 ચલાવે છે.
તેમાં 50MP પ્રાઇમરી લેન્સ અને તેની સાથે 2MP સેકન્ડરી કેમેરા પણ આપવામાં આવ્યો છે. જ્યારે આગળની બાજુએ 16MP કેમેરા આપવામાં આવ્યો છે. બંને ફોનમાં પાવર આપવા માટે 9000mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટીરિયો સ્પીકર્સ અને ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ પણ સાથે આવે છે.

