- Entertainment
- રણવીરની ‘ધુરંધર’ની કમાણી જોઈને લ્યારીની જનતાએ નિર્માતાઓ પાસે કરી દીધી આ માંગ
રણવીરની ‘ધુરંધર’ની કમાણી જોઈને લ્યારીની જનતાએ નિર્માતાઓ પાસે કરી દીધી આ માંગ
આ વાત હવે કોઈથી છુપાયેલી નથી કે ‘ધુરંધર’ પાકિસ્તાનના ‘લ્યારી’માં શહેર થયેલા ગેંગ વૉરથી પ્રેરિત છે. આદિત્ય ધરની ફિલ્મને કારણે આ શહેર રાતોરાત ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયું. ઘણા વ્લોગર્સ અને ન્યૂઝ ચેનલ્સ ત્યાંના રહેવાસીઓના ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચવા લાગ્યા. સ્થાનિક વસ્તીનો એક ભાગ ફિલ્મ પ્રત્યે પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. તો કેટલાક લોકો એવા પણ છે જે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને આદિત્ય ધર પાસેથી નફામાં હિસ્સો માંગવા લાગ્યા છે. કેટલાક 5 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે, જ્યારે કોઈએ તો નફાના 80 ટકા સુધીની માંગ કરી નાખી છે.
ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક પાકિસ્તાની વ્લોગરે લ્યારીના લોકોને 'ધુરંધર' વિશે જણાવ્યું. વીડિયો બનાવતી વખતે તે કહે છે કે, ફિલ્મે 800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આના કારણે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, જ્યારે ફિલ્મ તેમના શહેર પર બની છે તો તેમને નફાનો હિસ્સો કેમ આપવામાં આવી રહ્યો નથી? એક વ્યક્તિએ સૂચન કર્યું કે, તેમણે (આદિત્ય ધર) આ નફાનો 80 ટકા ભાગ અમારી સાથે વહેંચવો જ જોઈએ. તેઓ ફિલ્મ બનાવતા રહે છે. એ તેમનું કામ છે. એક ફિલ્મમાંથી પૈસા ન કમાય તો શું થઈ ગયું?’
https://twitter.com/YearOfTheKraken/status/2003000456747114705?s=20
બીજા એક વ્યક્તિએ તુલનાત્મક રીતે ઓછી રકમની માંગણી કરી. તેણે કહ્યું કે નિર્માતાઓએ ‘ધુરંધર’ની કમાણીનો અડધો ભાગ, અથવા ઓછામાં ઓછો 50 ટકા લ્યારીના લોકો સાથે વહેંચવો જોઈએ. અન્ય લોકોએ 5 કરોડ રૂપિયા, 12 કરોડ રૂપિયા અને 20 કરોડ રૂપિયા સુધીની પણ માંગણી કરી. એક સ્થાનિકે કહ્યું કે આ પૈસાનો ઉપયોગ લ્યારીમાં હોસ્પિટલ બનાવવા માટે થવો જોઈએ.
પરંતુ સલાહ-સૂચનો ત્યાં જ ન અટક્યા. એક વ્યક્તિએ કહ્યું કે, ‘આદિત્ય ધર નફો ન વહેંચી શકે, તો ઓછામાં ઓછા આ પૈસા લ્યારીના નવીનીકરણ માટે ઉપયોગ કરી જ શકાય છે. ‘ધુરંધર’ જોનારાઓને યાદ જ હશે કે ફિલ્મના એક સીનમાં ‘ચીલ ચોક’નો ઉલ્લેખ છે. આ એ જ જગ્યા છે જ્યાં રહેમાન ડકૈટનું પાત્ર બાબુ ડકૈટની જાહેરમાં હત્યા કરે છે. આ પ્રકારની જગ્યા રિયલ લાઇયફ લ્યારીમાં છે. એક વ્યક્તિએ સૂચન કર્યું કે ફિલ્મના નફાનો ઉપયોગ આ ચોકમાં લાઈટો અને રંગ બદલવા માટે કરી શકાય છે.
ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં લ્યારીથી જે વીડિયો આવી રહ્યા હતા, તેમાં લોકો ‘ધુરંધર’નું સ્વાગત કરી રહ્યા હતા. પરંતુ આ વખતે તેમનું વલણ બદલાઈ ગયું હોય તેવું લાગે છે. એક વ્યક્તિએ ફિલ્મમાં લ્યારીને નકારાત્મક રીતે દર્શાવવા સામે વાંધો ઉઠાવ્યો. તેણે કહ્યું કે, આવી જ હિંસા અન્ય સ્થળોએ પણ થાય છે. જ્યાં સુધી લ્યારીની વાત છે તો, તે ગેંગ વોરના જમાનાથી ખૂબ નીકળી ગયું છે. એવામાં, આ પ્રકારનું ચિત્રણ, શહેર બાબતે લોકોના અભિપ્રાયને ખરાબ કરી શકે છે.

