સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ, 21000 દીકરીઓને મળશે રૂ. 7500ની શૈક્ષણિક સહાય

સુરત. શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ પિયુષ ભૂરા દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ 21,000 આર્થિક રીતે નબળી દીકરીઓને રૂ. 7,500ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફીમા શૈક્ષણિક સહાય મળશે.

પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવીએ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે. આ અભિયાનનો શુભારંભ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં 251 દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ 151 દીકરીઓને સહાય આપવામાં આવશે.

surat
Khabarchhe.com

ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ 21 એપ્રિલ, 1993ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે. સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.

About The Author

Related Posts

Top News

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

ટ્રેનના ફસ્ટક્લાસ AC કોચમાં આરામ કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત અધિકારીને ઉંદર કરડ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોહીથી...
National 
ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

સ્નેપડીલના સુરતના સેલર બેઝમાં 1 વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો

સુરત, 26 ઓગસ્ટ 2026: વેલ્યુ ફેશન પર કેન્દ્રિત માર્કેટપ્લેસ સ્નેપડીલે આજે ‘પ્રોજેક્ટ ગતિ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ 45...
Gujarat 
સ્નેપડીલના સુરતના સેલર બેઝમાં 1 વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો

ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલી દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. ત્યારે કચ્છમાંથી નકલી વિદેશી દારૂ...
Gujarat 
ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.