ગંભીરા પર 18 લોકોનો ભોગ લેવાયો પછી કામરેજનો ખખડધજ થયેલો બ્રિજ 1 મહિના માટે બંધ કરાયો

ભરૂચ પાસે તાજેતરમાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ તંત્રને એકશન લેવા માટે મજબૂર બનાવ્યું છે. પરિણામે, છેલ્લા બે વર્ષથી લોખંડની પ્લેટ પર ટકાવામાં આવેલા કામરેજ-ખોલવડ પાસેના તાપી બ્રિજને તાત્કાલિક અસરથી 10 ઓગસ્ટ સુધી માટે બંધ કરાયો છે.

Bridge
gujaratijagran.com

આ નિર્ણયની સીધી અસર ભરૂચ તરફથી આવતા વાહનો પર પડશે. હવે તેઓને કીમથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે દ્વારા પલસાણા તાલુકાના એના ગામે ઉતરીને NH 48 સાથે ફરીથી જોડાવું પડશે. સુરત તરફ જતા વાહનો માટે હાલના રૂટમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Bridge2
divyabhaskar.co.in

ઉલ્લેખનીય છે કે, ખોલવડ અને કઠોરને જોડતો જૂનો બ્રિજ પણ હાલ જર્જરિત સ્થિતિમાં છે, જેના કારણે તે ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે અને માત્ર નાના વાહનોને જ તે પરથી પસાર થવાની મંજૂરી છે.

નવા રૂટની વ્યવસ્થા અને ડાયવર્ઝન 

-ભરૂચથી સુરત તરફ આવતાં વાહનોને હવે કીમથી એક્સપ્રેસ વે પર ચઢવાનું રહેશે.

-એક્સપ્રેસ વે પરથી તેઓ એના ગામ (પલસાણા) ખાતે ઉતરીને NH 48 સાથે જોડાઈ શકશે.

-સુરતથી ભરૂચ તરફ જતા વાહનો માટે હાલના માર્ગમાં કોઈ ફેરફાર નહીં થાય.

તાપી બ્રિજના બંને સાઈડમાં થતી અવરજવર પર સતત નજર રાખવામાં આવશે અને લોકોએ પણ નવી વ્યવસ્થાનું પાલન કરવું અનિવાર્ય બનશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે આ એક સુરક્ષાની દૃષ્ટિએ લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું છે.

Top News

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.