- Gujarat
- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, નેશનલ હાઈવે પર 5 જૂના બ્રિજને ભારે વાહન માટે બંધ કરી દેવાયા...
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, નેશનલ હાઈવે પર 5 જૂના બ્રિજને ભારે વાહન માટે બંધ કરી દેવાયા

9 જુલાઈના રોજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 20 લોકોના મોત થયા બાદ રાજ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દુર્ઘટનાના થોડા જ દિવસોમાં વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર આવેલા 5 જુના બ્રિજને ભારે વાહન માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે. બંધ કરાયેલા પુલમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડી બ્રિજ, કોકલ નદી બ્રિજ, ધરમપુર નજીક કરંજવેરી બ્રિજ અને તાન નદી પરનો બ્રિજ સામેલ છે. વડખંભા પાર નદીના પુલને સ્ટેબિલિટી ચેક સુધી માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ત્યારે અનેક લોકો એ સવાલ ઉઠાવ્યા છે કે આપણું તંત્ર પહેલાથી જ આ જોખમી સ્થિતિથી અજાણ હતું કે પછી ગંભીરા જેવી મોટી દુર્ઘટના માટે રાહ જોઈ રહી હતી? હાલના પગલાંને કેટલાક લોકો માત્ર રાજકીય દબાણ માટેના ‘તુરંતી પ્રતિસાદ’ તરીકે પણ જોઈ રહ્યાં છે.
દુર્ઘટના બાદ સુરેન્દ્રનગર અને નર્મદા કેનાલ આસપાસના તમામ બ્રિજનું તાત્કાલિક ચેકિંગ કરવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં તમામ પુલનો રિપોર્ટ તૈયાર કરવાની પણ સુચના અપાઈ છે.

શું છે સમગ્ર ઘટના?
ગંભીરા બ્રિજ ચાર દાયકાઓ જૂનો હતો અને 9 જુલાઈના વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે અચાનક તૂટી પડ્યો હતો. બ્રિજ પરથી પસાર થતા વાહનો – 3 ટ્રક, રિક્ષા, ઈકો કાર, પિકઅપ વાન અને બે-ત્રણ બાઇક નદીમાં ખાબક્યા હતા. ટ્રકની નીચે એક કાર પણ દબાઈ ગઈ હતી. દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ હજુ લાપતા છે.તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઘટના ફરી એકવાર બાંધકામની ગુણવત્તા અને બ્રિજના નિયમિત નિરીક્ષણની બેદરકારીને ઉજાગર કરે છે. હાલમાં સરકાર દ્વારા વિશેષ તપાસ સમિતિ રચવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટનાની પ્રાથમિક જવાબદારી નિશ્ચિત થતાં 4 ઈજનેરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
Related Posts
Top News
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ 40 કિમી ફરવાને બદલે લોકો કોઈપણ સુરક્ષા વગર હોડીમાં નદી પાર કરે છે
એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી
Opinion
