રવિ કિશન, નિશિકાંત દૂબે, સુપ્રિયા સૂલે... સંસદ રત્નથી સન્માનિત થયા આ 17 સાંસદ, કોંગ્રેસના પણ 1 સાંસદ

17 સાંસદોને લોકસભામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંસદ રત્ન સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. 4 સાંસદોને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ માટે પણ પસંદ કરવામાં આવ્યા છે, જે સતત 3 ટર્મથી સંસદીય લોકશાહીમાં તેમના સતત યોગદાનને માન્યતા પ્રદાન કરે છે. સંસદ રત્ન એવોર્ડની શરૂઆત 2010માં કરવામાં આવી હતી અને આ એવોર્ડ એ સાંસદોને આપવામાં આવે છે જે પારદર્શિતા, જવાબદારી અને લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે સંસદમાં સક્રિય રહે છે.

આ એવોર્ડનો હેતુ સાંસદોને પ્રોત્સાહિત કરવાનો અને જનતા વચ્ચે સંસદીય કાર્યવાહીને લોકપ્રિય બનાવવાનો છે. આ એવોર્ડ સંસદમાં સક્રિયતા, બહેસમાં ભાગીદારી, સવાલ પૂછવા અને કાયદાકીય કામકાજમાં યોગદાનના આધાર પર પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન તરફથી શરૂ કરવામાં આવ્યો છે. આ વર્ષના વિજેતાઓની પસંદગી જ્યૂરી કમિટીએ કરી, જેની અધ્યક્ષતા હંસરાજ આહિરે (રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ)ની કરી હતી.

Gambhira2
divyabhaskar.co.in

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ માટે પસંદ કરાયેલા સાંસદોમાં ભર્તૃહરિ મહતાબ (ભાજપ, ઓડિશા), એન.કે. પ્રેમચંદ્રન (રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી, કેરળ), સુપ્રિયા સુલે (NCP-SP, મહારાષ્ટ્ર) અને શ્રીરંગ અપ્પા બાર્ને (શિવસેના, મહારાષ્ટ્ર)ને પ્રદાન કરવામાં આવ્યી છે. આ તમામે 16મી લોકસભા બાદ સંસદમાં પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે.

સંસદ રત્ન પુરસ્કાર મેળવનારા અન્ય સાંસદોમાં સુપ્રિયા સુલે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર), રવિ કિશન (ભારતીય જનતા પાર્ટી), નિશિકાંત દુબે (ભાજપ) અને અરવિંદ સાવંત (શિવસેના-UBT), સ્મિતા ઉદય વાઘ (ભાજપ), નરેશ મ્હસ્કે (શિવસેના), વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ), મેધા કુલકર્ણી (ભાજપ), પ્રવીણ પટેલ (ભાજપ), વિદ્યુત બરન મહતો (ભાજપ) અને દિલીપ સૈકિયા (ભાજપ)નો સમાવેશ થાય છે.

Sansad-Ratna-Awards2
tribuneindia.com

આ બે સંસદીય સમિતિઓને પણ મળ્યો એવોર્ડ

સંસદીય સમિતિ શ્રેણીમાં, ભર્તૃહરિ મહતાબની અધ્યાક્ષતાવાળી નાણાંકીય સ્થાયી સમિતિ અને ડૉ. ચરણજીત સિંહ ચન્ની (કોંગ્રેસ)ની અધ્યક્ષતાવાળી કૃષિ સ્થાયી સમિતિને તેમના રિપોર્ટની ગુણવત્તા અને કાયદાકીય દેખરેખમાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારો એક NGO દ્વારા આપવામાં આવ્યા છે. આ અવસર પર મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર સાંસદોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપે છે. તેમણે આ પુરસ્કાર મેળવનારા તમામ સાંસદોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.