અંગ્રેજી સાથે ગુજરાતીમાં કાર્યવાહી કરવાની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી

અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષામાં કાર્યવાહી કરવામાં આવે એવી એક જાહેર હીતની અરજીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ બિલકુલ ખોટી અરજી છે. કોર્ટે કહ્યું કે આનો ઉપાય માત્ર સુપ્રીમ કોર્ટ પાસે છે.

ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીની સાથે ગુજરાતીનો પણ સમાવેશ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના 11 વર્ષ જૂના નિર્ણયને ટાંકીને કોર્ટે કહ્યું કે અરજી સંપૂર્ણપણે ખોટી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્રાદેશિક ભાષાઓના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પ્રયાસોને કારણે પ્રાદેશિક ભાષાઓમાં નિર્ણયો આપવામાં આવી રહ્યા છે. PM મોદીના આ ઉલ્લેખ પર દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે હાથ જોડીને અભિવાદન કર્યું હતું, પરંતુ ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીની સાથે ગુજરાતીનો પણ સમાવેશ કરવાની જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. તેમણે આને PILના નામે સંપૂર્ણપણે ખોટી અરજી ગણાવી હતી.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની બેન્ચે અરજીને ખોટી માનીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે PIL સુપ્રીમ કોર્ટના અગાઉના વહીવટી નિર્ણયને પડકારે છે. સુપ્રીમ કોર્ટે 2012માં પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ત્યારે પણ દેશની . તમામ હાઈકોર્ટમાં પ્રાદેશિક ભાષાઓ રાખવાનો પ્રસ્તાવ સામે આવ્યો હતો બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે, તત્કાલીન ચીફ જસ્ટિસે સર્વોચ્ચ અદાલતના સામૂહિક ચુકાદાને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો હતો. કોર્ટ વતી કેન્દ્ર સરકારને 16 ઓક્ટોબર 2012ના રોજ એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. જેમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયની માહિતી આપવામાં આવી હતી. બાદમાં સરકારે આ નિર્ણયનું પાલન કર્યુ હતું.

બેંચે એ વાત પર ભાર મુકીને કહ્યુ કે મામલો હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રની બહારનો છે. બેંચે કહ્યુ કે આનો ઉપાય માત્ર સુપ્રીમ કોર્ટની પાસે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરવાની વિનંતીને કારણે કાનૂની સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિનંતીને કારણે આખરે તેમણે પદ પરથી રાજીનામું  આપવું પડ્યું હતું.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.