આજે 31 મેના રોજ ગુજરાતમાં બ્લેકઆઉટ કરવાનું છે, સમય જાણી લો

સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સાંજે 5થી રાત્રે 8 કલાક સુધી મોકડ્રીલ યોજાશે, જ્યારે બ્લેકઆઉટનો સમય શહેરોમાં અલગ-અલગ રાખવામાં આવ્યો છે

સુરતમાં રાત્રે 8થી 8.30 કલાકે બ્લેકઆઉટ કરવાનું રહેશે, જ્યારે અમદાવાદમાં 7.45થી 8.15 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવાનું રહેશે. વડોદરામાં  7.30થી 7.45 સુધી બ્લેકઆઉટ કરવાનું રહેશે. રાજકોટમાં 8.30થી 8.45 સુધી અને અમરેલીમાં 8થી 8.30 સુધી બ્લેકઆઉટ કરવાનું રહેશે.

કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે મોક એક્સરસાઈઝ વિષે તંત્રએ જણાવ્યું કે, કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ માટે ફરી એક વાર મોકડ્રીલનું આયોજન થશે.

WhatsApp Image 2025-05-31 at 14.08.07_03b2b542

સુરતની વાત કરીએ તો કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે 31મીએ શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ (સ્મીમેર હોસ્પિટલની બાજુમાં, બોમ્બે માર્કેટની સામે, ઉમરવાડા) અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે 5 વાગ્યે મહત્વના સ્થળોએ બે મિનિટ માટે સાયરન વાગશે. રાત્રે 8થી 8.30 દરમિયાન બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઈટ્સ, ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની લાઈટ્સ, ઈન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખી બ્લેક આઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી.

કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે એમ જણાવી કલેકટરે કહ્યું કે, લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાના સામૂહિક અભ્યાસ સાથે આમનાગરિકો માટે રક્ષાકવચ ઉભું કરી સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ હોવાથી સરકાર દ્વારા 'ઓપરેશન શિલ્ડ' નામ આપવામાં આવ્યું છે.

Capture

તેમણે ઉમેર્યું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષા માટે સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા યુવા વોલિન્ટીયર્સની સેવાઓ લેવી, દુશ્મનના વિમાની અને મિસાઈલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઈન, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરાશે.

ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે કહ્યું કે, જાહેર સલામતીના હેતુ સાથે ઓપરેશન શિલ્ડ માટે પોલીસતંત્ર સજ્જ છે. બ્લેક આઉટ દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે. ઈમરજન્સી સેવાઓ, વાહન વ્યવહાર શરૂ રહેશે. લોકોએ ભયભીત ન થવા અને પ્રશાસનને સહયોગી બનવા અપીલ કરી હતી. રેસ્ક્યુ, બચાવ, રાહત માટે પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોને સતર્ક રાખવા માટે પોલીસ તંત્રની તૈયારીઓ વિષે વિગતો આપી હતી.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.