- Gujarat
- Video: ગાંધીનગરમાં છાકટા કાર ચાલકે નિર્દોષોને અડફેટે લીધા, 2 લોકોએ જીવ ગુમાવ્યો
Video: ગાંધીનગરમાં છાકટા કાર ચાલકે નિર્દોષોને અડફેટે લીધા, 2 લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં સતત હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં દારૂબંદી છે, પરંતુ દારૂ પીને ગાડીઓ ચલાવતા લોકો તમને ઘણી વખત જોવા મળી જશે. આવા લોકો અન્ય લોકોને પણ પણ જોખમમાં મૂકી દે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. એક ગઠિયાએ રાહદારી સાથે જ વાહચાલકોને અડફેટે લઈ લીધા છે જેમાં 2 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, GJ 18 EE 7887 નંબરની ટાટા સફારી કારના છાકટા કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને રહદારી અને વાહનચાલકોને અડફેટે લઈ લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત હિતેશ વિનુભાઇ પટેલે સર્જ્યો છે અને આ ગાડી તેના નામે જ નોંધાયેલી છે.
હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે. તે સેક્ટર 5B, પ્લોટ નંબર 654/,1 વિસ્તારમાં રહે છે. હિતેશ પટેલ સવાર સવારમાં જ નશાની હાલતમાં ગાડી લઇને નીકળ્યો હતો. સર્વિસ રોડ ઉપર 100થી વધુની સ્પીડથી ગાડી હંકારી રાહદારી અને ગાડીઓને ટક્કર મારી દીધી હતી. જેમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે, કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.
https://twitter.com/kathiyawadiii/status/1948634840670282002
ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની માહિતી મળી રહી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય સાથે-સાથે રોષ જોવા મળી રહ્યો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે અને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
આ ઘટનામાં મૃતકોની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉંમર 56 વર્ષ), નીતિનભાઈ પ્રતાપભાઈ વીલર (ઉંમર 63 વર્ષ) તરીકે થઈ છે, જ્યારે ઇજાગ્રસ્તોની ઓળખ કામિનીબેન બીપિનભાઈ ઓઝા (ઉંમર 65 વર્ષ) બીપિનભાઈ ઓઝા (ઉંમર 75 વર્ષ), મયૂરભાઈ જોષી (ઉંમર 65 વર્ષ થઈ ગઈ છે) તરીકે થઈ છે. કામિનીબેન સિવિલમાં, જ્યારે અન્ય 2 લોકો SMVSમાં સારવાર હેઠળ છે.

