‘આદિવાસી પાવર બતાવી દઇશું’, AAPના ઉપપ્રમુખ વસાવાની સરકારને ચીમકી; બોલ્યા- ‘7 દિવસમાં ચૈતર વસાવા નહીં છૂટે તો..’

નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાના જામીન મામલે પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે 7 દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપતા જેલ ઘેરવાની જાહેરાત કરી છે.  તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવા પણ નમતું જોખવા તૈયાર નથી અને  ચૈતર વસાવાના સમર્થકોને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કહી રહ્યા છે, જેથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલા પોલીસ કેસને લઈ નર્મદાની જ્યૂડિશિયલ અને સેશન્સ કોર્ટે જામીન ના મંજૂર કરતા ચૈતર વસાવા હાઈકોર્ટમાં ગયા છે. જ્યાં ચૈતર વસાવાના જામીન ના મંજૂર થવા બદલ AAPના કાર્યકર્તા ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણાવી રહ્યા છે. તો મનસુખ વસાવાએ આ બાબતે નારાજ થઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચીમકી આપી છે.

Chaitar-Vasava1
english.bombaysamachar.com

નર્મદા જિલ્લાના AAPના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા ઉર્ફ દેવાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ‘આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગઈ છે કે, ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે. આ કેસના મામલે તેમણે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર અને તંત્રને સીધી રીતે ચીમકી આપતા કહ્યું હતું કે, ‘7 દિવસમાં ચૈતરભાઈ નહીં છૂટે તો અમારા વડલાઓ અમને જે હથિયાર આપી ગયા  તે તીરકામઠા, પાલિયા, કુહાડી, દાતરડી કે ભાલા દરેક વસ્તુ લઈને અમે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને DYSP કચેરી ઘેરીશું. ઉપરાંત જે જેલમાં ચૈતર વસાવા છે એ બરોડા સબ જેલને પણ ઘેરીને ચૈતરભાઈને છોડવા માટે પ્રયાસ કરીશું.

તેમણે વધુમાં કહ્યું કે, 7 દિવસમાં જો ચૈતરભાઈ નહીં છૂટે તો અમારા તમામ ચાર રાજ્યના માણસો, 4 રાજ્યના આદિવાસી લોકોને અમારે આહ્વાન કરવાની ફરજ ન પડે તે માટે સરકારે ધ્યાનમાં લેવું જોઇએ. જે પણ સરકાર જેવી રીતે સમજે એ સમજી જાય. અમારા ચૈતરભાઈને 7 દિવસમાં છોડવું જ પડશે. છોડી દેજો અને ન છોડવું હોય તો પછી અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને DYSP કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી પાવર શું છે એ બતાવી દઈશું.

આદિવાસી નેતા દેવેન્દ્ર વસાવાએ, દેડિયાપાડાના ઝરગામથી સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે સમજવા માટે અત્યારે પણ સમય છે. સમજી જાવ, 7 દિવસમાં ચૈતરભાઈને છોડો, નહીં છોડો તો આદિવાસીનો પરચો જોવા માટે તમે તૈયાર રહેજો.

Mansukh-Vasava
facebook.com/mploksabhabharuch

ચૈતર વસાવાના જામીન ના મંજૂર થવા પાછળના આરોપો પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 22 જુલાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ‘આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓને જણાવવાનું કે, ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતમાં ચાલુ બેઠકમાં ઝગડો થયો જેના કારણે સંજયભાઈએ ચૈતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવાભાઈએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે, પાલીયા અને ધારીયા લઈને આદિવાસીઓ ઉમટી પડશે, જેના કારણે કોર્ટે ચૈતરભાઈના જામીન રદ્દ કર્યા. આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી છતાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો, ચૈતરભાઈના પરિજનો, કાર્યકરો અને શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને તથા ભાજપને જવાબદાર ગણે છે જે ખરેખર અયોગ્ય છે.

હું આદિવાસીઓના વિકાસમાં માનું છું, આવી રીતે કોઈની સાથે લડાઈ ઝગડા કરવાથી તો આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ રૂંધાય છે તેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાંજ બધાનું હિત છે. એલફેલ મીડિયામાં ગમે તેના પર આક્ષેપ મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈંટ નો જવાબ પથ્થરથી આપવામાં આવશે. મેં મારી જીંદગીમાં ખોટા પૈસા કમાવવામાં શક્તિ વેડફી નથી, મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજાની અને દેશની સેવા કરવી.

મને જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું પણ ચૂપ બેસી રહેવાનો નથી. હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. કોઈ સાહુકાર નથી, હું બધું જાણું છું પણ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં હું માનતો નથી તેથી આપણા બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત કયા છે એ અંગે મંથન કરીએ એજ અભ્યર્થના.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.